Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

યુએસમાં ઈન્‍ટરનેશનલ ફેશન ફેસ્‍ટ ટેલેન્‍ટ હન્‍ટઃ ગુજરાતી આર્ટિસ્‍ટ્‍સ માટે શ્રેષ્‍ઠ તક

અમદાવાદઃ દેશભરના ફેશન ડિઝાઈનસે, મેક- અપ આર્ટિૈસ્‍ટ, પેઈન્‍ટ આર્ટિસ્‍ટ તથા લાઈફ સ્‍ટાઈલ ફેશન ડિઝાઈનર્સ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત પ્રોફેશનલની પ્રતિભાને આંતરરાષ્‍ટ્રીય પ્‍લેટફોર્મ ઉપર પ્રદર્શિત કરવા તથા તેમને વિદેશોમાં રહેતા ભારતીયો સાથે નેટવર્ક વિકસાવવામાં મદદરૂપ બનવાના ઉદ્દેશ્‍ય સાથે યુએસએમાં ૧૫ અને ૧૬ સપ્‍ટેમ્‍બરના રોજ ઈન્‍ટરનેશનલ ફેશન ફેસ્‍ટ ટેલેન્‍ટનું હન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અવાસ કોસ્‍મેટિકસ દ્વારા આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં સહભાગીઓને બોલીવુડ અને હોલીવુડ સેલિબ્રિટિઝ સાથે મીટીંગ સહિતના પ્રોફેશ્‍નલને મળવાની તક મળશે. ભારતમાં વિશેષ કરીને ગુજરાત, પંજાબ, દિલ્‍હી અને મુંબઈ સહિતના શહેરોના ૧૦૦ થી વધુ પ્રોફેશનલ્‍સ આ કાર્યક્રમમાં ભાગી લેશે. બે દિવસીય ફેશન ફેસ્‍ટમાં મહેંદી એન્‍ડ ટેટૂ આર્ટિસ્‍ટ, જવેલરી એન્‍ડ એસેસરિઝ, હેર સ્‍ટાઈલિસ્‍ટ, લાઈફ સ્‍ટાઈલ એન્‍ડ ફેશન ડિઝાઈનર, આયુર્વેદિક એન્‍ડ હર્બલ પ્રોડકટ્‍સની વિ.કેટેગરીમાં ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે અમિષા કિરી હિત દ્વારા સ્‍થપાયેલ અવાસ કોસ્‍મેટિકલ્‍સ ઈન્‍ક વિશ્વભરમાં નામાંકિત કોસ્‍મેટિકસ બ્રાન્‍ડ્‍સ પૈકીની એક છે. વર્ષ ૨૦૦૭માં ન્‍યુયોર્કમાં સ્‍થપાયેલા આ બ્રાન્‍ડ ૨૫૦ થી વધુ પ્રોડકટ્‍સ ધરાવે છે.

 

(5:02 pm IST)