Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કર્મચારીના પેન્શન રીવીઝન વખતે નિવૃત વખતનું પગાર ધોરણ ધ્યાને લેવાશે

૧ માર્ચ ર૦૧૮ થી અમલ : નાણા ખાતાનો પરિપત્ર

રાજકોટ, તા.૧૯ : રાજય સરકારના નાણાં વિભાગે પેન્શન રીવીઝન સમયે કર્મચારીએ નિવૃતિ સમયે મેળવેલ પગાર ધોરણ ધ્યાનમાં લેવા બાબતે તા.૧ર-૩-ર૦૧૮ના દિવસે નાણાં વિભાગના નાયબ સચિવ (પેન્શન-નિર્ભર) ડી.કે.કે. પટેલની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે સ્ટેટ ઓફ ગુજરાત વિરૂધ્ધ પ્રભુદાસ સી.બારોટના કેસમાં ચુકાદો પેન્શનરો તરીકે આવતા પેન્શન રીવીઝન સમયે કર્મચારીઓના નિવૃત્તિ સમયે ધારણ કરેલ હોદાને બદલે નિવૃત્તિ સમયના પગારધોરણને ધ્યાને લઇને પેન્શન રીવાઇઝ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે એવું ઠરાવવામાં આવે છે કે, પેન્શનર/કુટ઼ુંબ પેન્શનરના કેસમાં નિવૃત્તિ સમયે/ અવસાન સમયે પેન્શનર જે પગારધોરણ મેળવતાં હોય તે પગારધોરણને અનુરૂપ સુધારેલ પગારધોરણ અમલમાં આવેલ હોય તે પગારધોરણના લઘુત્તમ પગારના પ૦ ટકાથી ઓછું નહિ તે પ્રમાણે અને (તા.૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયેલ પેન્શનરના કિસ્સામાં પેન્શનપાત્ર સેવાના સપ્રમાણમાં) અને ૩૦ ટકાથી ઓછું નહિ તે પ્રમાણે કુટંુબ પેન્શન મંજૂર કરવા માટેની કાર્યવાહી કરવાની રહેશે એટલે કે કર્મચારીઓને મળેલ ઉચ્ચત્તર પગારધોરણ, સિલેકશન ગ્રેડ, સિનિયર ગ્રેડ ધ્યાને લેવાના રહેશે. આ લાભ મેળવવા પેન્શનર/કુટંુબ પેન્શનરે તા.૧-૧૧-ર૦૦૦ના ઠરાવમાં નિયત કરેલ કાર્યપધ્ધતિને અનુસરવાની રહેશે.નાણા વિભાગના ઠરાવક્રમાંક : પેન્શન/ ૧૦૦૯/૭૨૬/પી, તા.૧-૯-૨૦૧૭ અન્વયે તા.૧-૧-૨૦૦૬ થી તા.૧૨-૪-૨૦૦૯ સુધીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ હોય અને મહત્તમ પાંચ ઇજાફા મેળવેલ હોય અને આ પાંચ મહતમ ઇજાફાઓ જતા કર્યા હોય કે ના કર્યા હોય પરંતુ પેન્શનપાત્ર નોકરીના સપ્રમાણ મેળવેલ હોય તેઓને પણ આ ઠરાવ અન્વયે પેન્શનપાત્ર નોકરીના સપ્રમાણ પેન્શન રીવાઇઇઝડ કરવાનું રહેશે.

આ ઠરાવનો અમલ તારીખ ૧-૩-૨૦૧૮ ની અસરથી કરવાનો રહેશે તેમજ અગાઉના વર્ષોનો લાભ ''નોશનલ'' ગણવાનો રહેેશે.

(4:07 pm IST)