Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભેજવાળા વિસ્‍તારમાં છાંટા પડયાઃ પારો નોર્મલ નજીક જ રહેશે

અમદાવાદમાં સવારે વાદળ છાયા વાતાવરણ વચ્‍ચે છાંટા પડયાઃ સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં કયાંય નથી : વ્‍હેલી સવારે અને રાત્રીના ઠંડકનો અનુભવઃ ન્‍યુનતમ (૨૦ ડીગ્રી આસપાસ), મહતમ (૩૫ થી ૩૭ ડીગ્રી)નજીક રહેશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧૯: અરબી સમુદ્રમાં થયેલ લો પ્રેસરના પગલે દક્ષિણના રાજયોમાં કયાંક- કયાંક વરસાદ પડેલ છે. દરમ્‍યાન સવારના અમુક ભાગોમાં ભેજયુકત વાતાવરણ જોવા મળે છે. જેની અસરથી આજે સવારે અમદાવાદના અમુક વિસ્‍તારમાં છાંટા પડયા હતા.

હવામાન ખાતાએ જણાવ્‍યું હતું કે હાલની કંડીશનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના ઓછી છે. આ સપ્‍તાહ પણ મહતમ અને ન્‍યુનતમ તાપમાન નોર્મલ આસપાસ જ રહેશે. વ્‍હેલી સવાર અને રાત્રીના તાપમાનમાં વધારો થયો નથી. ન્‍યુનતમ તાપમાન ૨૦ નજીક અને મહતમ તાપમાન ૩૫ ડિગ્રી આસપાસ રહેશે.

ફોગ વેધર એટલે કે જે જગ્‍યાએ વ્‍હેલી સવારે ભેજનું પ્રમાણ વધુ હોય તે જગ્‍યાએ સામાન્‍ય છાંટા છુટી થતી હોય છે. આગામી દિવસોમાં તેવી કોઈ સંભાવના નથી.

દરમિયાન અમદાવાદમાં વ્‍હેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્‍યું હતુ. અમદાવાદ સહિત રાજયના વાતવારણમાં પણ અચાનક પલટો આવ્‍યો હતો અને વરસાદી છાંટા થયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્‍યા હતા. વહેલી સવારે શહેરના વષાાપુર, ઘાટલોડિયા, નારણપુરા, ચાંદખેડા, એસજી.હાઈવે તેમજ પુરવના અનેક વિસ્‍તારોમાં વરસાદી છાંટા પડયા હતા. બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને અંબાજીમાં પણ કમોસમી વરસાદ વરસ્‍યો હતો. કમોસમી વરસાદને કારણે રાજગરો, વરિયાળી, ઘઉંના પાકોને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.

(12:52 pm IST)