Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સલિલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ :21 દિવસ ચાલનારી પરિક્રમા ગરુડેશ્વરથી શરુ

દરરોજ હજારો ભાવિકો જોડાશે : રોજ 12 કિલોમીટર ચાલી 300 કિલોમીટર ફરી ગરુડેશ્વરમા જ પૂર્ણ કરાશે

નર્મદા :સલિલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો આજથી ચૈત્રી નવરાત્રીથી પ્રારંભ થયો છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો જોડાશે નર્મદાના ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયેલ પરિક્રમામાં રોજ 12 કિલોમીટર ચાલી 300 કિલોમીટર ફરી ગરુડેશ્વરમા જ પૂર્ણ કરાશે 

    નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલામાં નર્મદાનું અનેરું મહાત્મ્ય છે. નર્મદા દર્શન અને નર્મદા નદીની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ છે.

   પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદાએ ભગવાન શિવની પુત્રી છે અને તે કુવારી છે. એટલે કે સાગરમાં મલતી નથી અને આખા ભારતમાં આ એક એવી નદી છે કે જેની પરિક્રમા શક્ય છે. આ પરિક્રમા કરી અનેક લોકો મનની શાંતિ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ પુરાણોમાં છે. ખાસ કરીને પંચકોસી નર્મદા પરિક્રમા 21 દિવસમાં પૂરી કરી શકાય છે. આ પરિક્રમા ચૈત્ર માસ માજ કરવામાં આવે છે.

   ભારત ભરમાંથી માં નર્મદાના ભક્તો ધ્વારા 21 દિવસ માટે પરિક્રમાનો પ્રારંભ નર્મદા જીલ્લાના ગરુડેશ્વરના પવિત્ર તટેથી કરવામાં આવ્યો છે. જેમાં હજારો ભાવિકો જોડાય છે.

ત્યારે નર્મદા નદીમાં પાણી ન હોવાને કારણે ભક્તો લાગણી દુભાઈ રહી છે.પંચકોશી પરિક્રમા હજુ 21 દિવસ એટલે કે આખ્ખો મહિનો ચાલશે ત્યારે પરીકરમાં વાસીઓ પણ નદીમાં પાણી છોડાય જેની માગ કરી રહ્યા છે.

   નર્મદા નદીને પુરાણોમાં માનું સ્વરૂપ અપાયું છે. એટલા માટે જ નર્મદા ભક્તો પુણ્ય કમાવવા અને નર્મદાની ભક્તિ કરવા માટે નર્મદા નદીની પરિક્રમા પગપાળા કરે છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે. નર્મદા નદીનું આવું ઘણું ધાર્મિક મહત્વ હોવાના લીધે નર્મદા નદીની નર્મદા પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કરી રહ્યા છે.ત્યારે ખડખડ વહેતી નર્મદા નદી હાલ સુખી પડવાને કારણે વહેતી બંધ પડતા કેટલાય પશુપક્ષીને પાણી અને નાવિકોની રોજગારી છીનવાઈ રહી છે.

  સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર, નર્મદા નદીની પરિક્રમા સૌ પ્રથમ માર્કેન્ડીય નામ ઋષિમુનીએ કરી હતી અને નર્મદા નદીની પરિક્રમા કરવાથી 21 જન્મોનો મોક્ષ મળે છે. તેમજ જીવનની કોઈ પણ તકલીફ હોય તે દુર થઇ જાય છે. આ નર્મદા જીલ્લામાં વહેતી નર્મદા નદીમાં પરિક્રમા કરવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના શ્રધ્ધારું ઉમટે છે.સફેદ અને ભગવાં વસ્ત્ર અને નર્મદે હર ના નારા સાથે દસ પંદરના સમૂહમાં પરિક્રમા નીકળેલા શ્રદ્ધાળુ જ્યાં કોઈ આશ્રમ મળે ત્યાં જમી લેતા હોઈ છે. 300 કિમીની આ પરિક્રમામાં અનેક તકલીફો આવતી હોય છે. જે નર્મદા બારેમાસ વહેતી નદી છે, જે આજે પરિક્રમા વાસીઓ નદીની પરિક્રમા કરે છે. ત્યારે આજ નદી સુખી બનતા જેમાં કાદવ કિચ્ચર અને લિલ બનતા હવે પરીકરમાં કરવામાં પણ વિલંભ થાય છે. સરકાર પાસે આ મહિનામાં વહેલી ટકે નદીમાં પાણી છોડવાની માગ કરે છે.

 માં નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. પરંતુ જો ચૈત્રી માસમાં જે વ્યક્તિ પરિક્રમા કરે છે. તેને 3750કી.મીની આખી નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યાનું પુણ્ય મળે છે. ત્યારે આ નદી હાલ સરકારના અનઆવરત ને કારણે નદી મૃત પાય બની રહી છે. ભક્તોની લાગણી દુભાય રહી છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં આ નદીની પરિક્રમા કરવા માટે ભક્તો માટે સરકાર પાણી છોડે છે કે પછી નદીની પરિક્રમા બંધ થાય છે.

(12:07 pm IST)