Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ધન મેળવો નીતિથી, ભોગવો રીતિથી સેવામાં વાપરો પ્રીતિથીઃ ઓસ્‍ટ્રેલિયામાં દેવકૃષ્‍ણ સ્‍વામીની વાણી

રાજકોટ ગુરૂકુળના સંતનો વિદેશમાં ધર્મોપદેશઃ રોજ સત્‍સંગ કરવા અનુરોધ

ધન મેળવો નીતિથી, ભોગવો રીતિથી સેવામાં વાપરો પ્રીતિથીઃ ઓસ્‍ટ્રેલિયામાં દેવકૃષ્‍ણ સ્‍વામીની વાણી

સુરત તા.૧૯ : બધા વિના રહી શકીએ એ બહાદુરી નથી પણ બધાની સાથે પ્રસન્નતાથી રહી શકીએ એજ બહાદુર છે ધન મેળવજો નિતિથી ભોગવજો રીતીથી અને સેવામાં વાપરજો પ્રીતિથી એમ શ્રી સ્‍વામિનારાણય ગુરૂકુળ રાજકોટના મહંત સ્‍વામીશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીએ ઓસ્‍ટ્રેલીયાના પર્થ ખાતે કહ્યું હતા. ગુરૂકુળના મહંત સ્‍વામી શ્રી  દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી ગુરૂકુળના ભૂતપર્વ વિદ્યાર્થીઓ તથા ભાવિક ભકતોના નિમંત્રણથી ઓસ્‍ટ્રેલિયા દેશના સત્‍સંગ વિચરલ અર્થે તેઓશ્રીની સાથે તરવડા ગુરૂકુળનું સંચાલન કરતા શ્રી કૃષ્‍ણપ્રિયદાસજીસ્‍વામી, શ્રી મુનિશ્વરદાસજીસ્‍વામી, શ્રીપૂર્ણપ્રકાશદાસજી સ્‍વામી તથા શ્રી તીર્થ સ્‍વરૂપદાસજી સ્‍વામી જોડાયા છ.ે

શ્રી પ્રભુ સ્‍વામીના જણાવ્‍યાનુસાર પુજય રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીની૪૦ દિવસની ઓસ્‍ટ્રેલીયાની યાત્રામાં બ્રિસબેન સીડની અલબરી મેલબોન, પર્થ વગેરે શહેરોમાં વિચરલ ગોઠવાયું છે બ્રિસબેન ખાતે ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા  શ્રી જિતેવભાઇ પટેલ વગેરેએ ભગવાત શ્રી સ્‍વામિનારાયણના નીલકંઠ વર્ણી સ્‍વરૂપની વમવિચરલની કથાનું રસપાન શ્રી કૃષ્‍ણપ્રિયસ્‍વામીના મુખેથી સાંભળી ધન્‍યતા અનુભવી હતી.

પર્થ શહેરમાં શ્રીમદ્‌ ભાગવતજીની કથાનું આયોજન કરાયેલ કથા અંતર્ગત આવતા ઉત્‍સવો-જન્‍મોત્‍સવ, અન્નકુટોત્‍સવ, રંગોત્‍સવ વગેરે સંતો સાથે ભકતજનોએ ભતિકભાવ પૂર્વક ઉજવેલા, શ્રીકૃષ્‍ણપ્રિયદાસજી સ્‍વામીએ ગુરૂકુળના વિદ્યાર્થીઓ, સત્‍સંગીઓ ઉપરાંત ગુજરાતી પરિવારોને સંભળાવેલ.

આ પ્રસંગે મહંતસ્‍વામીશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીએ આશીર્વાદ આપતા કહેલું કે અહી દુરદેશમાં તમે ગુરૂકુળના સત્‍સંગના સંસ્‍કાર જાળવી રહ્યા છો તેથી અમે રાજી છીએ. અહી સહુ સાથે મળીને વિવિધ ધર્મો-સંપ્રદાયોના ઉત્‍સવો  ભકિતભાવથી ઉજવો છો. આપણી સંસ્‍કૃતિ સાથે મળીને રહેવા, ખાવાનું શીખવે છે. ભગવાન શ્રીકૃષ્‍ણ દુઃખના દિવસોમાંય પ્રસન્‍ન રહેતા. સહુને સાથે રાખી એકતાનો આનંદ લેતા.

નિત્‍ય સત્‍સંગ એ જીવન સુધારવાનું અધિવેશન છે. આ કથાએ એવું અિધવેશન છે. જયારે જયાં કથા, સત્‍સંગનું આયોજન થતું હોય ત્‍યાં પણ લેતા રહેવું. ઘરે ૩૦ મિનિટ ઘરના સભ્‍યોએ ભેગા મળી ઘર સભા કરવાના ભાવિકોને પૂ. શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીએ નિયમ આપેલ. જેને ભાવિકોએ સહર્ષ સ્‍વીકારેલી હતો.

(11:45 am IST)
  • દેશભરમાં 2016માં એક લાખથી વધુ બાળકો યૌન હિંસાના શિકાર થયા હતા. આ જાણકારી હાલમાં જ સુપ્રીમ કોર્ટે દાખલ થયેલી અરજીમાં આપવામાં આવી છે. અરજીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટનો હવાલો આપીને જણાવાયું છે કે 1 લાખમાંથી માત્ર 229 મામલામાં જ ફેંસલો સંભળાવી શકી છે. પોસ્કો એક્ટ અંતર્ગત કેસમાં કોર્ટને ચાર્જશીટ દાખલ થયાં બાદ એક વર્ષમાં ફેંસલો સંભળાવવાનો હોય છે. access_time 12:12 pm IST

  • પ્રખ્યાત ટિવી સીરીઝ 'સેક્સ ઍન્ડ ધ સિટી'ની અમેરિકન અભિનેત્રી સિન્થિયા નિક્સને સોમવારે ટ્વિટર પર એલાન કર્યું હતું કે તે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કના યુજાનાર ડેમોક્રેટિક પ્રાઈમરીમાં ગવર્નર એન્ડ્રુ કુમોને પડકારશે, આ સાથેજ નિક્સને સત્તાવાર રીતે સોમવારે ન્યૂયોર્કના ગવર્નરની સ્પર્ધામાં ઝંપલાવી દીધું છે. જો ચૂંટાય તો મિસ નિક્સન, ન્યૂ યોર્કના ઇતિહાસમાં પ્રથમ મહિલા ગવર્નર બનશે. અને સાથેજ તે રાજ્યના સૌપ્રથમ સમલૈગીંક ગવર્નર પણ કહેવાશે. સિન્થિયા નિક્સનની સમલૈગીંક પત્ની, ક્રિસ્ટીન મેરિનોનીએ, તાજેતરમાંજ દ બ્લાસિયો વહીવટીતંત્રમાંથી રાજીનામું આપ્યું હતું. access_time 1:50 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના ચોથા કેસમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. દુમકા ટ્રેઝરી સંબંધિત કેસમાં, રાંચીની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં સોમવારે લાલુપ્રસાદ યાદવ સહિત 19 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિતના 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. access_time 2:11 pm IST