Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આનંદીબેન પટેલ : કર્મયાત્રી - ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રીની સિધ્‍ધીઓની પ્રેરકયાત્રા

અમદાવાદ : રાજયના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી બનવાનો શ્રેય હાંસલ કરનારા આનંદીબેનનાં જીવનકથન અને વિવિધ ક્ષેત્રે પ્રદાનની કંઇક પ્રગટ તો કંઇક અલભ્‍ય એવી તસ્‍વીરો સાથેનું આલેખન આનંદીબેન પટેલ કર્મયાત્રી' પુસ્‍તકમાં ઝીલાયાં છે આ પુસ્‍તકના પાને પાને એક વિરલ પ્રતિભાનાં ઓજસ પથરાયાં છે જે ગુજરાતની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ થશે. આ પુસ્‍તકનું વિમોચન તાજેતરમાં અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં થયું હતું. હવે મધ્‍યપ્રદેશનાં રાજયપાલ તરીકે બંધારણીય જવાબદારીનું વહન કરી રહેલાં આનંદીબેનની એક કર્મયાત્રી તરીકેની જીવનસફરનાં આવાં તો અનેક પ્રેરણાદાયી પૃષ્ઠ ઉઘાડી આપતું આ પુસ્‍તક રાજયની ભાવિ પેઢીઓ માટે એક પ્રેરણાગ્રંથ તો સાથે સાથે ગુજરાતના રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ઇતિહાસને તપાસવા મથતા સંશોધકો માટે એક પ્રમાણભૂત દસ્‍તાવેજ સમાન બની રહેશે. કર્મયોગીઃ આનંદીબેન પટેલ' પુસ્‍તકના વિમોચન સમારોહમાં કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા, રાજ્‍યપાલ શ્રી ઓ.પી.કોહલી, ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ અને પુસ્‍તક ઉત્‍સવમૂર્તિ શ્રીમતિ આનંદીબેન પટેલ નજરે પડે છે. પુસ્‍તક પરિચય જય વસાવડાએ આપ્‍યો હતો અને કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું.

(11:44 am IST)