Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શૌચાલયોમાં પણ ભ્રષ્ટ્રાચારની બદબુ : ગ્રાન્ટના નાણાંનું ખુલ્લામાં કરોડોનું કૌભાન્ડ

લાખો શૌચાલયો માત્ર કાગળ ઉપર ! : બાંધકામમાં લોટ પાણીને લાકડા : મિલીભગતથી મોટાપાયે ગેરરીતિ

બનાસકાંઠા : સરકારી કામોમાં મોટાપાયે હલકી ગુણવતા ધાબડી દેવાના અને જવાબદારોની આંખમિચોલીમાં ચાલતા કૌભાંડો વચ્ચે સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા શૌચાલય બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પરંતુ આ સરકારી નાણાંમાંથી બનતા શૌચાલયમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાઈ રહ્યાંનું ચર્ચાઈ છે 
  એક અહેવાલમાં એવું જણાવાયું છે કે બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધી 3 લાખ 25 હજાર જેટલા શૌચાલય બન્યા છે. જેમાં મોટા પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવી છે. શૌચાલયના કૌભાંડમાં ન માત્ર સ્થાનિક કોન્ટ્રકટર પરંતુ તેની સાથે જીલ્લા અને તાલુકાના સરેઆમ આચરી રહ્યા છે જે શૌચાલય બન્યા છે તે યોગ્ય બન્યા છે કે કેમ તે ચકાસવાની જવાબદારી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઓડીટરની છે.તે ઓડીટર રાત્રે ગાડીમાં બેઠક કરી રહ્યા છે
  એક વાયરલ વીડિયોમાં ઓડિટર પ્રવિણ પરમાર નાણાં લેતા દેખાય છે પરંતુ આ કથિત વીડિયોનું અમો પૃષ્ટિ કરતુ નથી. એક શૌચાલય દીઠ 100 રૂપિયા ઉઘરાવી રહ્યા છે. ઓડિટર કહી રહ્યા છે કે વ્યવહાર લાવજો, જામે ટીડીઓ અને બ્લોક વાળા બધાને વ્યવહાર નથી આપતા. પ્રવિણ પરમાર જીલ્લાના દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા તાલુકાના શૌચાલયનો મુખ્ય ઓડીટર છે. જે સ્વીકારે છે કે તાલુકાના તમામ મુખ્ય અધિકારીઓ શૌચાલયમાં વ્યવહાર લે છે.
જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અધિકારીઓની મિલીભગતથી કાગળ પર બનાવેલા શૌચાલયના બીલ પાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જીલ્લા વિકાસ અધિકારી ગેરરિતા સામે પગલા લેવાનું ગાણું ગાઇ રહ્યાં છે.

 

(10:48 am IST)