Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

લો બોલો હવે વિટામીન સી આપતું એસી બજારમાં આવ્યું

કોરોના જંગમાં હવે ઘરેલું ઉત્પાદન આગળ આવી : કંપનીએ ટીવી દ્વારા સંચાલિત થાય એવું એસી લોન્ચ કર્યું

અમદાવાદ, તા. ૧૯ : કોરોનાના કાળમાં હવે દરેક વસ્તુઓના ઉત્પાદકો વાયરસ સામે સુરક્ષા આપી શકે એવા ઉપકરણો તરફ વળી રહ્યા છે ત્યારે એક એક કંપની લોકોની ઈમ્યુનિટી ટકાવી શકે એવા એસીને બજારમાં લાવી છે. આ એસની વિશેષતા એ છે કે તે એર ક્લિન રાખવાની સાથે વિટામીન સીને ઉત્સર્જન કરે છે જેનાથી લોકોને રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત કંપનીનું આ એસી અત્યંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે કે જેમાં તેને ટીવી દ્વારા પણ ઓપરેટ કરી શકાય છે.

વૈશ્વિક ટોપ-૨ ટીવી બ્રાન્ડ ટીસીએલ ઈલેકટ્રોનિક્સ એઆઈ અલ્ટ્રા ઈન્વર્ટર એર કન્ડીશનર્સનાં નવા આકર્ષણ સાથે બજારમાં આવી છે. ટીસીએલ તેનાં તિરુપતિ સ્થિત રૂ. ૨૪૦૦ કરોડનાં ઉત્પાદન પ્લાન્ટમાં વાર્ષિક ૮ મિલિયન ૨૨-૨૨ ઈચ ટીવી સ્ક્રીન્સ અને ૩૦ મિલિયન ૩.૫-૮ ઈંચ મોબાઈલ સ્ક્રીન્સનું ઉત્પાદન કરે છે. મેઈડ ઈન ઈન્ડિયા ફિલોસોફી માટે બ્રાન્ડનું આ એક મહત્વનું કદમ છે.

આ ડિવાઈસ સિલ્વર આયન અને ડસ્ટ ફિલ્ટર્સ (રૂમને વાયરસ ફ્રી અને એરક્લીન રાખવા) સાથે અને વધારામાં આવરણનાં એક વધારાનાં સ્તર તરીકે વિટામીન સી સાથે આવે છે. એસી માટેની મુખ્ય થ્રી ઈન વન ફિલ્ટ્રેશન ટેકનોલોજીથી માત્ર ડસ્ટ અને બેકટેરિયા જ હવામાંથી નહિં નીકળે, પરંતુ તેનાથી વપરાશકારની ત્વચાને ભીનાશની અસર પણ મળશે, જેનાથી ડ્રાયનેસ અટકશે. આ એસીમાં ટીસીએલનાં પેટન્ડેડ ટાઈટન ગોલ્ડ ઈવેપોરેટર અને કન્ડેન્સર પણ છે. જે સપાટી પર ડસ્ટ અને ડર્ટને અટકાવીને સાધનનો જીવનગાળો લંબાવે છે.

નવા લોન્ચ અંગે માહિતી આ૫તા ટીસીએલનાં એરકન્ડીશન બિઝનેસનાં હેડ વિજય મિકીલીનેનીએ જણાવ્યું હતું કે, અમારા સેફટી પ્રોટોકોલને અપડેટ કરવા જરૂરી છે, જેથી પોસ્ટ કોવીડ વિશ્વમાં સલામત જીવન અનુભવ મળી શકે. અમારા સ્માર્ટ એરકન્ડીશનર્સમાં લેટેસ્ટ અપડેટ તે આ જ દિશાનું પગલું છે. વિટામીન સી ફિલ્ટર્સ સાથે અમારા એસી ગ્રાહકોને અન્ય સુરક્ષાનું આવરણ પુરૂ પાડશે. કે જ્યારે ગ્રાહકો મોટાભાગનો સમય ઘરમાં જ વીતાવતા હોય છે.

આ બધામાં સૌથી ઊંચે તેનું હાઈ ફ્રિકવન્સી કોમ્પ્રેસર છે કે જે માત્ર ૩૦ સેકન્ડની અંદર ટેમ્પ્રેચરને ૨૭ ડિગ્રી સેલ્સીયસથી ઉતારીને ૧૮ ડિગ્રી સુધી લાવી શકે છે. તેમાં એઆઈ અલ્ટ્રા ઈન્વર્ટર કોમ્પ્રેસર ટેકનોલોજી પણ છે, કે જે ૫૦ ટકા સુધીની ઓછામાં ઓછી ઉર્જા બચત કરે છે. આ ડિવાઈસ ગુગલ આસિસ્ટન્ટ, એલેક્સા અને ટીસીએલ હોમ એપને સપોર્ટ કરે છે. જેનાથી હેન્ડઝ ફ્રી કન્ટ્રોલ અને સ્માર્ટ ફોન અનુભવનો લાભ વપરાશકારને મળે છે.

(9:00 pm IST)