Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વિરમગામના ડુમાણા ગામમા દિવ્યાબા નુ ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામા આવ્યુ

વિરમગામના ડુમાણા ગામની ખેડૂતપુત્રી 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં અવ્વલ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :‘મહેનત ઇતની ખામોશી સે કરો કી, સફલતા શોર મચા દે’ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં વિરમગામ ના ડુમાણા ગામની ખેડૂત પુત્રીએ સરકારી નોકરી કરવાની સાથે 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ આવી ઇતિહાસ રચ્યો હતો. શુક્રવારે વિરમગામ ના ડુમાણા ગામ ખાતે ખેડુત પુત્રી દિવ્યાબા નુ ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામા આવ્યુ હતુ.જેમા પરીવાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ ના ડુમાણા ગામની ખેડૂત પુત્રી દિવ્યાબા બારડ સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ ઇતિહાસ રચ્યો છે. ખેડૂત પુત્રી દિવ્યાબા બારડ આ પૂર્વે પણ ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે રહ્યા હતા ત્યારબાદ તેઓએ ધોરણ- 12 માં 88 % બાદમાં બીકોમ સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી. આ દરમિયાન બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ દિવ્યાબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી. અને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામાં સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી. તેઓએ માત્ર 23 વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગ (gpsc)ની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં રાજ્યમાં પ્રથમનંબરે પાસ કરી ઇતિહાસ રચ્યો હતો. દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ સમગ્ર વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરંવિત થઈ રહ્યો છે. દિવ્યાબાની આ સફળતાથી વિસ્તારના યુવાનો તેમનામાંથી પ્રેરણા લઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે.

(7:19 pm IST)