Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સુરતના ગોડાદરા વિસ્તારમાં સત્સંગમાંથી ઘરે પરત ફરતા વૃદ્ધને આંતરિ બાઈક સવાર લૂંટારૃઓએ 75 હજારની કિંમતનો અછોડો ઝૂંટવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં 18 દિવસ અગાઉ સમાજના સત્સંગમાં હાજરી આપી બાઈક ઉપર પરત ફરતા વૃદ્ધનો રૂ.75 હજારની કિંમતનો અછોડો તૂટ્યો હતો. વૃદ્ધની પાછળથી એકદમ નજીક આવી બાઈક સવાર બે અજાણ્યા પૈકી પાછળ બેસેલા સ્વેટર પહેરેલા યુવાને અછોડો ઝુંટવી લીધો હતો અને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ તેલંગાણાના વતની અને સુરતમાં ગોડાદરા સ્મિત રો હાઉસ ઘર નં. 90 માં રહેતા 65 વર્ષીય મોહનરેડ્ડી રાજરેડ્ડી કટલા હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત 1 ફેબ્રુઆરીની રાત્રે 10 વાગ્યે મોહનરેડ્ડી લીંબાયત ઓમનગરમાં સમાજના સત્સંગમાં હાજરી આપી પોતાની બાઈક ઉપર ઘરે પરત ફરતા હતા.

ત્યારે 10.10 કલાકે લીંબાયત નેમીનાથ સોસાયટી પાસે રોડ ઉપર પાછળથી એક બાઈક તેમની એકદમ નજીક આવી હતી અને તે પૈકી પાછળ બેસેલા કાળા રંગનું સ્વેટર પહેરેલા અજાણ્યાએ તેમના ગળામાંથી રૂ.75 હજારની કિંમતનો અઢી તોલાનો સોનાનો અછોડો તોડયો હતો અને બંને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ મોહનરેડ્ડી કામઅર્થે વતન ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ ગતરોજ તેમણે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:06 pm IST)