Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વડોદરામાં દીકરાને વેપાર માટે 1.10 લાખ આપવા નીકળેલ વેપારીની કારમાંથી બેગ ચોરી અજાણ્યો ગઠિયો રફુચક્કર થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

વડોદરા:શહેરમાં દીકરાને બિઝનેસ માટે રોકડા 1.10 લાખ  આપવા નીકળેલા વેપારીની કારમાંથી બેગ ચોરી અજાણ્યો ગઠિયો  રફુચક્કર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મહેસાણા જિલ્લાના કાસવા ગામમાં રહેતા વિષ્ણુભાઈ પટેલ ખેતીકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વડોદરા શહેરના સનફારમા રોડ પર તેમનો દીકરો પ્રોવિઝન સ્ટોર ની દુકાન ધરાવે છે 17મી ફેબ્રુઆરીના રોજ તેઓ દીકરાને માલસામાન તેમજ રોકડા રૂપિયા 1.10 લાખ આપવા માટે પહોંચ્યા હતા.

દરમિયાન રોકડા રૂપિયા ભરેલું પર તેઓ ઇકો કારમાં ભૂલી જઇ કારને લોક માર્યા વગર જમવા માટે ગયા હતા. ત્યારબાદ કારમાંથી રૂપિયા ભરેલા પર્સની ચોરી થઇ હોવાનું જાણ થઈ હતી જે પર્સમાં અગત્યના કાગળો ચેકબુક હતા બનાવ સંદર્ભે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(6:04 pm IST)