Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વડોદરાની મહેતાપોળમાં ભરબપોરે જુગાર રમતા ચાર શકુનિઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરની મહેતા પોળમાં ભરબપોરે જુગાર રમતા ચાર જુગારીઓને સિટિ પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે રેસકોર્સ વિસ્તારમાં ટ્રાયડેન્ટ કોમ્પલેક્સના ફૂટપાથ પર આંક ફરકનો જુગાર રમાડતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.

સિટિ પોલીસને માહિતી મળી હતી કે, મહેતા પોળ ગોવર્ધનનાથજીની  હવેલી પાસે ખુલ્લામાં  જુગાર રમે છે .જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ  કરતા  (૧) જીજ્ઞોશ રોહિતભાઇ માછી (૨)યશેષ અશ્વિનભાઇ ચોક્સી (૩) કરણ દિપકભાઇ મિસ્ત્રી અને (૪)જયેશ ઠાકોરભાઇ મિસ્ત્રી (તમામ રહે.ગોવર્ધનનાથજી મંદિર  પાસે,મહેતા પોળ વડોદરા) જુગાર રમતા મળી આવ્યા હતા.પોલીસે જુગારીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન,તથા રોકડા રૃપિયા મળીને કુલ રૃપિયા ૧૯,૧૪૦ ની મત્તા જપ્ત કરી છે.

જ્યારે અન્ય  એક બનાવની વિગત એવી છે કે,રેસકોર્સ વિસ્તારના ટ્રાયડેન્ટ કોમ્પલેક્ષ નજીક ફૂટપાથ પર  બેસીને આંક ફરકનો જુગાર રમાડતા આરોપી હર્ષદ મનસુખભાઇ ઠક્કર (રહે.રણછોડ પાર્ક,ગોત્રી,વડોદરા)ને પીસીબી પોલીસે ઝડપી પાડી મોબાઇલ ફોન તથા રોકડા મળીને કુલ રૃપિયા ૧૫,૮૮૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જ્યારે આરોપી અજીતભાઇ શાહને વોન્ટેડ જાહેર કર્યો છે.

(6:04 pm IST)