Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વલસાડના બી.ડી.સી.એ ગાઉન્ડ પર રમાયેલ લીજેન્ડ ક્રિકેટકપમાં વલસાડની મોબાઈલ વલ્ડ ઇલેવન ચેમ્પિયન બની

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના સરદાર પટેલ સ્ટેડીયમ માં રમાયેલ 12 ટિમની ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું લીજેન્ડ ક્રિકેટ કપ આયોજન કરવામાં આવ્યું હતું આ લીજેન્ડ ક્રિકેટ કપ માં કચ્છ, મુંબઇ,નાશિક, પનવેલ, બરોડા,અમદાવાદ,સુરત તેમજ વિવિધ જગાના ખેલાડી ઓએ  ભાગ લઈ વલસાડની ખેલપ્રેમી જનતાને ભરપૂર મનોરંજન આપ્યું હતું.ફાઇનલ મેચમાં વલસાડની મોબાઈલ વલ્ડ ઇલેવન અને  ટંડેલ ઇલેવેન વચ્ચે યોજાયો હતો જેમાં ટંડેલ ઇલેવેને પહેલી દાવ લેતા 60 રન નું ટાર્ગેટ આપતા મોબાઈલ વલ્ડ ઇલેવેને 7 ઓવર માં 60 રન કરી મોટી જીત હાસિલ કરી હતી.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માં તાહિર કાદરી હેમંત સાવરિયા,અરશદ દેસાઈ, હિદાયત કવલા તેમજ અન્ય કમિટી મેમ્બર્સ દ્વારા  ભારે જહેમત ઉઠાવી સફળ બનાવી હતી.ફાઇનલ મેચ મેચ માં વિજેતા ટિમને ટ્રોફી તેમજ એક લાખ રૂપિયા રોકડ નું ઇનામ મુનાવર ગરાસિયાના હસ્તે અપાયું હતું તેમજ રનર્સપ ટિમ ને 50000 રૂપિયા રોકડ તેમજ ટ્રોફી મોનિલ વાસીયાના હસ્તે એનાયત થયું હતું.ફાઇનલ મેચ માં મેન ઓફ ધ મેચ દિનેશ નાકરાણી મેન ઓફ ધ સીરીઝ રાકેશ  કહાર ને એનાયત થયુંહતું

(12:11 pm IST)