Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પ્રોહીબીશનના ગુનાના 2 આરોપીઓને પાસામાં ધકેલતી નર્મદા એલ.સી.બી. તથા ગરૂડેશ્વર પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સખત અટકાયતી પગલા લેવાની સુચના મળતા જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લાવવા તિલકવાડા તેમજ ગરૂડેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ બંન્ને (રહે.શહેરાવ પટેલ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )ની પ્રવૃતિને ડામવા માટે એ.એસ.વસાવા,પો.સ.ઇ.ગરૂડેશ્વર દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ વિરૂધ્ધના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા હેઠળ અટક કરી પાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલવા સારૂ હુકમ કરતા તેમજ રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ વિરૂધ્ધના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ એ પાસા હેઠળ અટક કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવા નો હુકમ કરતા બંન્નેને એ.એમ.પટેલ,પો.ઇન્સ. એલ.સી.બી.તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર જીલ્લા જેલ તથા સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

(10:34 pm IST)