Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વિસાવદર પાલિકાનુ 9 વિરૂધ્ધ 10 મતે બજેટ નામંજૂર : રાજકીય ગરમાવો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ ભાજપ શાસિત વિસાવદર નગર પાલિકાનુ બજેટ નામંજૂર થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આજરોજ વિસાવદર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી.જેમાં કુલ 19 સદસ્યો હાજર રહ્યા હતા.ભાજપનાં 4 સદસ્યો ગેરહાજર હતા.જેનાં પરિણામે બજેટ પર મતદાન થતા 9 વિરૂધ્ધ 10 મતે બજેટ નામંજૂર થયુ હતુ.જો કે,વિસાવદર નગર પાલિકાનાં પ્રમુખ કૌશિકભાઈ વાઘેલાનાં જણાવ્યા અનુસાર ભાજપનાં આ ચારેય સભ્યો પ્રસંગમાં રોકાયેલા હોવાથી હાજર રહ્યા નથી.અસંતોષની કોઈ વાત નથી.આગામી દિવસોમાં ફરી બજેટ બેઠક બોલાવીશુ જેમાં બજેટ મંજૂર થઈ જશે.પાલિકાના ચીફ ઓફિસર સી.એન.પટેલનાં જણાવ્યા અનુસાર જનરલ બોર્ડની બેઠકમાં 1 થી 16 મુદ્દા પૈકી બજેટ સહિતનાં 2 મુદ્દા 9 વિરૂધ્ધ 10 મતે નામંજૂર કરાયા હતા.બેઠક શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી.

(10:08 pm IST)