Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ કાર્યક્રમ માટે સૌરાષ્ટ્રમાંથી 400 એસ.ટી બસો ફાળવાઈ: 50 બસો સ્પેરમાં રખાઈ

રાજકોટના કેટલાક ગામોના કેટલાક રૂટ રદ્દ: કાર્યક્રમને સફળ બનાવવાં માટે જોરશોરથી તૈયારીઓ

રાજકોટઃ અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પના કાર્યક્રમ માટે સૌરાષ્ટ્રમાંથી 400 એસ.ટી બસોની ફાળવાણી કરવામાં આવી છે

 અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 તારીખના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેને લઈને હાલ અમદાવાદમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પના કાર્યક્રમને સફળ બનાવવાં માટે પણ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આ ફાળવણી કરાતા રાજકોટના કેટલાક ગામોના કેટલાક રૂટ રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે 50 જેટલી એસટી બસો સ્પેરમાં અલગ રાખવામાં આવી છે

(9:24 pm IST)