Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક્સક્લુસિવ યાત્રા

વોશિંગ્ટન ડીસીથી સીધી અમદાવાદની ઉડાણ ભરશે

અમદાવાદ, તા.૧૯ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચનાર છે સાથે સાથે અન્ય કાર્યક્રમો છે. આને ધ્યાનમાં લઈને અભૂતપૂર્વ આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યું છે. બીજી બાજુ ટ્રમ્પ ભારતની એક્સક્લુઝિવ યાત્રા કરી રહ્યા છે. વોશિંગ્ટન ડીસીથી સીધી રીતે અમદાવાદ માટે ઉડાણ ભરશે. અમેરિકી પ્રમુખ કાર્ટર, ઓબામા બાદ આ રીતે ભારત પહોંચનાર તેઓ ત્રીજા પ્રમુખ બનનાર છે. ભારતની યાત્રા કરી ચુકેલા અમેરિકી પ્રમુખ ઉપર નજર કરવામાં આવે તો સૌથી પહેલા ૧૯૫૯માં ડીઆઈજન હાવર આવ્યા હતા. હવે ટ્રમ્પ આવનાર છે. ભારતની યાત્રા કરનાર અમેરિકી પ્રમુખો નીચે મુજબ છે.

 પ્રમુખ

 કેટલા દિવસ

 ક્યાં ગયા

 આઈજનહાવર

 ૯-૧૪ ડિસેમ્બર ૧૯૫૯

 નવી દિલ્હી, આગ્રા

 રિચર્ડ નિકસન

 ૩૧મી જુલાઈ-૧ ઓગસ્ટ ૧૯૬૯

 નવી દિલ્હી

 જીમી કાર્ટર

 ૧-૩ જાન્યુઆરી ૧૯૭૮

 દિલ્હી, દોલતપુર, નસીરાબાદ

 બિલ ક્લિન્ટન

 ૧૯-૨૫ માર્ચ ૨૦૦૦

 દિલ્હી, આગ્રા, જયપુર, મુંબઈ

 જ્યોર્જ બુશ

 ૧-૩ માર્ચ ૨૦૦૬

 દિલ્હી, હૈદરાબાદ

 ઓબામા

 ૬-૯ નવેમ્બર ૨૦૧૦

 મુંબઈ-નવી દિલ્હી

 બરાક ઓબામા

 ૨૪-૨૭ જાન્યુઆરી ૨૦૧૫

 નવી દિલ્હી

 ડોનાલ્ડ ટ્રમ્પ

 ૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦

 અમદાવાદ, આગરા, દિલ્હી

(8:56 pm IST)