Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

હિટ એન્ડ રન: ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતમાં બાઈક સવાર આધેડનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું

ગાંધીનગર:શહેર તેમજ હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે બપોરના સમયે બાઈક લઈને પસાર થઈ રહેલા બોરીજના આધેડને કોઈ અજાણ્યું વાહન અડફેટે લઈ ફરાર થઈ ગયું હતું. ગંભીર ઘાયલ અવસ્થામાં તેમને સારવાર માટે ગાંધીનગર સિવીલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતના બનાવોની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. અકસ્માત સર્જીને વાહનચાલકો ઉભા રહીને ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાની તસ્દી પણ લેતાં નથી. તો અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં વાહનચાલકો પકડમાં પણ આવતાં નથી ત્યારે શહેર નજીક ધોળાકુવા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. બોરીજ ગામમાં રહેતા અને  ફોરમેનનું કામ કરતાં અમીતકુમાર અમરસિંહ સોલંકી ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના સુમારે ધોળાકુવા પાસેથી તેમનું બાઈક લઈને પસાર થઈ રહયા હતા ત્યારે તેમના બાઈકને કોઈ અજાણ્યું વાહન અડફેટે લઈ ફરાર થઈ ગયું હતું

(6:04 pm IST)