Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલોના પાણીનો લાભ ન મળતા ખેડૂતોએ આત્મ વિલોપનની ચીમકી આપી

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે. પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રકટરના બેદરકારીના કારણે આજે પણ કેટલીક કેનાલોમાં ખેડૂતોના ખેતરો સુધી પાણી ન મળતા વાવ તાલુકાના ચોથાનેસડા ગામના ખેડૂતોને છેલ્લા રવિ સિઝનના બે માસ વિતવા છતાં ખેડૂતોને પાણી ના મળતા ખેડૂતો દ્વારા વાવ મામલતદારને લેખિત પાણી મળે રહે તેવી રજુઆત કરી હતી. જો પાણી બે દિસમાં પાણી નહીં મળેતો તંત્રના પાપે ખેડૂતો સામુહિક આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી અને તમામ જવાબદારી નર્મદા નિગમની રહેશે તેવી ખેડૂતોએ રજૂઆત કરી હતી.૨૦૦થી વધુ ખેડૂતોની ૪૦૦ એકર જમીનમાં જીરૃં એરંડા ઇસબગુલ સહિતના પાકોનું વાવેતર કરેલ છે. તેમ છતાં છેલ્લા ૩૦ દિવસથી નર્મદા નિગમને રજુઆત કરવા છતાં આજ દિન સુધી પાણી મળ્તુ નથી તેથી અમારે ખેડૂતોને ગુજરાન કેવી રીતે ચલાવવું તે અમારા માટે મોટો પ્રશ્ન છે તમામ પ્રશ્નોને લઇને ત્રાહિમામ પોકારી રહ્યા છીએ નર્મદા વિભાગને જમીન આપી છતાં પાણી ના મળતા ખેડૂતો આર્થિક રીતે દેવાદાર થઈ ગયા છે. ના છુટકે અમારે ખેડૂતોએ આત્મવિલોપન કરવા જેવો  બીજો કોઇ રસ્તો બચ્યો નથી.

(5:57 pm IST)