Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વડોદરામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી સાથે મળી કાવતરું રચી ખોટા દસ્તાવેજના આધારે 6 લાખની લોન આપી દેતા વધુ તપાસ હાથ ધરાઈ

વડોદરા: શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી સાથે મળીને કાવતરૃ રચીને જે વ્યક્તિ એસઆરપી ગૃપમાં નોકરી કરતો હતો. તેના ખોટા દસ્તાવેજો બનાવી લાખની લોન આપી દીધી હતી. જે અંગે સિટિ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની માંડવી મેઇન બ્રાંચમા સરકારી કર્મચારીઓ માટે એક્સપ્રેસ ક્રેડિટ લોનની સવલત છે. જે અનુસંધાને ભાવિન સોમાભાઇ પટેલ (રહે. ગજાનંદ પાર્ક વાઘોડિયા રોડ મૂળ રહે સ્ટર્લિંગ એવન્યુ બામરોલી રોડ સુરત) ઉપરોક્ત યોજના હેઠળ તા.૧૦--૨૦૧૬ ના રોજ અરજી કરી હતી. પોતે એસ.આર.પી.માં નોકરી કરે છે તેમ જણાવ્યું હતું. તેની સાથે પગારની સ્લીપો નવેમ્બર-૨૦૧૫ થી એપ્રિલ-૨૦૧૬ સુધીની તથા ફોર્મ નંબર-૧૬, પાનકાર્ડ, એસઆરપીનું આઇકાર્ડ અને લાઇટબિલ રજૂ કર્યા હતાં. જે તે સમયના બેંકના આસિસ્ટન્ટ મેનેજર પરેશ . પટેલ (રહે. શરણમ, પ્રેરણાભાઇ રોડ જોધપુર ટેકરા અમદાવાદ) ની જવાબદારી લોન માંગનાર વ્યક્તિની તપાસ કરી લોનની મંજૂર કરાવવાની હતી.

(5:54 pm IST)