Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

અમદાવાદ: કોલેજીયન યુવતીને ફસાવી બીઆરટીએસના ડ્રાઈવરે ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપતા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરના રામોવ્વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીને બીઆરટીએસના ડ્રાઈવરે ફસાવીને તેના ફોટા પાડી લીધા હતા. બાદમાં ડ્રાઈવરના મિત્રએ યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું ંજ નહી મિત્રના ઓળખીતાએ ક્રાઈમ બ્રાંચના હેડ તરીકેની ઓળખ આપીને યુવતીને ફોન કરીને તારી સામે કેસ થયો છે અને કોઈને જાણ કરીશ તો તારા માતા પિતાને જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી હતી. આમ ત્રણેય શખ્સોએ ભેગા મળીને યુવતીને ફસાવતા તેમની સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત મુજબ રામોલ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતી નવરંગપુરમાં કોલેજમાં એભ્યાસ કરે છે અને સોલામાં વિદેશ જવા માટેનો કોર્ષ કરે છે. દરમિયાન બીઆરટીએસ બસમાં મુસાફરી દરમિયાન બસના ડ્રાઈવર ગુણવંત ઉર્ફે પીન્ટુ રાઠોડ સાથે તેનો પરિચય થયો હતો. એક દિવસ બસ ખાલી થયા બાદ ગુણવંત યુવતીને ભાડજ ખાતે એકાંતમાં લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને યુવતીને શારીરિક અડપલા કરીને છેડતી કરી હતી. ગુણવંતે ફોટા તેના મોબાઈલમાં પાડી લીધા હતા.

(5:51 pm IST)