Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પાછો ખેચવા નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસનું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેક્ટરને રાંધણ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષાબેન વસાવા સાથે શહેર પ્રમુખ ફરીદાબેન શેખ,ઉપ પ્રમુખ સુમિત્રાબેન રાઉલ,દીપિકાબેન તડવી સહિતની મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા કલેક્ટરને અપાયેલા આ આવેદનમાં જણાવ્યા મુજબ ભાજપ સરકારે રસોઈ બનાવવા માટે મધ્યવર્ગની બહેનોને કફોડી હાલતમાં મુકી દીધા છે .અત્યાર સુધી જે સિલિન્ડરોમાં પીએમ દ્વારા સબસીડી આપવામાં આવી હતી એ સિલિન્ડરમાં સરકાર બહેનો પાસેથી હાલ ભાવ વધારા સાથે રૂા.૧,૦૦૦નો એક બોટલનો ભાવ ગણતા રૂા.૧૫૦નો ભાવ વધારો કરવામાં આવ્યો હોય ત્યારે રસોઈ બનાવતી મધ્ય-ગરીબ વર્ગની બહેનો આ વધારો ચૂકવી શકે નહીં માટે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન નર્મદા જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતી દ્વારા નર્મદા કલેકટરને આપવામાં આવ્યું હતું.

(3:54 pm IST)