Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નાંદોદમાં દહેજ ભૂખ્યા સાસરિયાએ બે લાખ રૂપિયા માંગી પરિણીતાને ત્રાસ આપી કાઢી મૂકતા ૪ વિરૂદ્ધ ફરિયાદ

તારા બાપના ઘરેથી લગ્નના ખર્ચના રૂપિયા બે લાખ લઇ આવ તેમ કહી મારઝુડ કરી ત્રાસ આપી ઘરમાથી કાઢી મુકતા સાસરિયાઓ વિરૂદ્ધ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુવામાં પરણાવેલી પરણીતાને દહેજ માટે ત્રાસ આપતા સાસરિયાઓ વિરૂદ્ધ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર ગામકુવાના કાજલબેન હસમુખ ભાઈ વસાવાના લગ્ન ગામનાજ કૌશિકભાઈ અશોકભાઇ વસાવા સાથે થયા બાદ પતિ સહિતના સાસરિયાઓ વારંવાર "તુ તારા બાપના ઘરેથી લગ્ન ખર્ચના રૂપિયા બે લાખ લઇ આવ" તેમ કહી મહેણા ટોણા મારી ગાળગાળી મારઝુડ કરી,શારિરીક, માનસીક ત્રાસ આપી તેને ઘરમાથી કાઢી મુકી મંગલસુત્ર તોડી નાખી કાજલબેન તથા સાહેદ સાવિત્રીબેન હસમુખભાઇ વસાવાને ચાર સાસરિયા માં પતિ કૌશિક અશોકભાઇ વસાવા સસરા અશોક ભાઇ ફુલસંગભાઇ વસાવા સાસુ લતાબેન અશોક ભાઇ વસાવા ત્રણેય (રહે.ગામકુવા ખત્રી ફળિયુ તા.નાંદોદ જી.નર્મદા)  તેમજ દિવ્યાબેન (અશોકની બીજી પત્ની) (રહે,જુનાકોટ, રાજપીપળા) એ મળી મારામારી કરતા કાજલબેને આ બાબતે રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ચારેય વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે દહેજ પ્રતિ બંધક ધારા અને ત્રાસ બાબતેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

 

(3:52 pm IST)