Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મહેસાણા કોંગ્રેસમાં વિવાદ વકર્યો

પાલીકા પ્રમુખ સામે ૨૩માંથી ૧૭ સભ્યોની અવિશ્વાસ દરખાસ્ત

મહેસાણા તા. ૧૯ : મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના ૨૩ સભ્યોમાંથી ૧૭ નગરસેવકોએ નગરપાલિકાના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

અગાઉ નગરપાલિકાના પ્રમુખ બાદ હાલના પ્રમુખને સવા વર્ષ સુધી ખુરશી પર બેસવાનું નક્કી થવા છતાં કોંગ્રેસના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

નગરપાલિકામાં પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને હિરેન મકવાણા એમ બે જૂથ આમને સામને આવ્યા છે. કોંગ્રેસની ખટપટનો લાભ લઇ હવે ભાજપ પણ મેદાનમાં કુદશે એ વાત નક્કી છે. છેલ્લા ૫ વર્ષમાં બીજી વાર કોંગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે. જેને ભાજપના સભ્યો પણ ટેકો આપે તેવા એંધાણ છે. કોંગ્રેસના આંતરિક જૂથવાદને પગલે લોકોના કામ અટકશે.

(3:50 pm IST)