Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા મોટેરા સ્ટેડિયમને BUની પરમીશન આપી દેવાઈ

સુંદર કલાત્મક ફર્નિચરથી ગ્રીન રૂમને અદભૂત આખરી ઓપ: કલબ હાઉસમાં આલિશાન સ્યુટ બનાવાયો

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીને આવકારવા અમદાવાદ સજ્જ છે ત્યારે મોટેરા સ્ટેડિયમને બીયુ પરમિશન મળી છે. મનપા દ્વારા સ્ટેડિયમને બીયુ પરમિશન આપવામાં આવી છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી.જેમાં કમિશનરે જણાવ્યું કે મોટેરા સ્ટેડિયમને વિશ્વની અગ્રણી કંપનીએ ડિઝાઇન કર્યું છે.

64 એકરમાં સ્ટેડિયમનું બાંધકામ કરવમાં આવ્યું છે. સાથે જ સ્ટેડિયમમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે. તેમજ વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.125 જેટલા હાઈડ્રેડ પોઇન્ટ મુકવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયા બાદ તેઓ ગાંધીઆશ્રમ પહોંચશે. ત્યાથી તેઓ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ જશે. 35 ડીગ્રી ગરમીમાં રોડ શો પૂર્ણ કરી મોટેરા સ્ટેડિયમમાં થોડીક વાર આરામ કરી શકે તે માટે કલબ હાઉસમાં આલિશાન સ્યુટ બનાવાયો છે. જેમાં અમેરિકન પ્રોટોકોલ મુજબની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ જ પ્રમાણે, વડાપ્રધાન  મોદી માટે પણ અલાયદા સ્યુટ તૈયાર કરાયો છે. સુંદર કલાત્મક ફર્નિચરથી ગ્રીન રૂમને અદભૂત આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

(2:10 pm IST)