Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

પોલીસ ચેક વગર ઘર આપનાર સામે પગલા

૧૮ લોકો સામે કાર્યવાહી કરાઈ

અમદાવાદ, તા. ૧૮ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચી રહ્યા છે ત્યારે પોલીસે કોઇપણ તક લેવા તૈયારી દર્શાવી નથી. હોટલો, આસપાસના વિસ્તારો, સોસાયટીઓમાં પણ ચકાસણી થઇ રહી છે. તપાસનો સિલસિલો હવે આગામી દિવસોમાં પણ જારી રહે તેવી શક્યતા છે. પોતાના મકાનને ભાડે આપતા પહેલા પોલીસ સાથે દસ્તાવેજોની ચકાસણી કરાવી છે કે કેમ તેને લઇને પોલીસે શહેરભરમાં ઝુંબેશ હાથ ધરી છે જેના ભાગરુપે પોલીસ તપાસ વગર મકાન ભાડે આપનાર ૧૮ સામે કાર્યવાહી કરી છે. મોટેરા સ્ટેડિયમની આસપાસ, ચાંદખેડા, સરદારનગર, શાહીબાગ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ તપાસ થઇ રહી છે. છેલ્લા બે દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચાંદખેડામાં ૧૮ મકાન માલિકો સામે કાર્યવાહી થઇ છે.

 

(8:35 pm IST)