Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સીએએ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સવિનય કાનૂન ભંગનો કોલ આપવો જોઈએ :ગ્યાસુદ્દીન શેખે લખ્યો સોનિયા ગાંધીને પત્ર

કોંગ્રેસ પક્ષે વર્કિગ કમિટીની બેઠક બોલાવી, સહુ વિરોધી પક્ષો સાથે બેઠક કરીને ચર્ચા કરવી જોઈએ

 

અમદાવાદ : સીએએ મુદ્દે દેશના વિવિધભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે, અને કહ્યું છે કે, કોંગ્રેસ પક્ષ સીએએ મુદ્દે CWC બેઠક બોલાવે અને સમગ્ર દેશમાં કોંગ્રેય સવિનય કાનુન ભંગનો કોલ આપવો જોઇએ.

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુ્દ્દીન શેખે કહ્યું હતું કે, "કોઇ પણ કાળા કાયદાના વિરોધમાં સવિનય કાનુન ભંગ સૌથી મહત્વનું હથિયાર છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવાનાં આવેલ સીએએ, એન.આર.સી. એન.આર.પી. જેવા કાયદા ભારતના બંધારણથી વિરુદ્ધના છે,બંધારણના આત્મા ઉપર કુઠારાઘાત કરે છે. જેથી કાળો કાયદાનો સવિનય કાનુન ભંગ કરી વિરોધ કરવો જરૂર છે".

વધુમાં શેખે કહ્યું હતુ કે સીએએ, એન.આર.પી. અને એન.આર.સી. જેવા કાળા કાયદાનો સવિનય કાનુન ભંગ માટે કોંગ્રેસ પક્ષે વર્કિગ કમિટીની બેઠક બોલાવી, સહુ વિરોધી પક્ષો સાથે બેઠક અને ચર્ચા કરી આવા કાયદાનો સવિનય કાનુન ભંગ માટે કાર્યક્રમ ઘડી કાઢવો જોઇએ

 વધુમાં શેખે જણાવ્યું હતુ કે, કોઇ પાર્ટી લાઇન બહાર જઇ પત્ર લખવામાં આવ્યો નથી . પરંતુ લાખો લોકોની માંગ છે કે કોંગ્રેસ પક્ષ સવિનય કાનુન ભંગનો કોલ જાહેર કરે. પહેલા અંગ્રેજ સામે કોગ્રેસ લડી હતી. હવે ભાજપ સામે પણ કોગ્રેસ લડશે. કેન્દ્ર સરકારના સીએએ કાયદા ક્યારે કોંગ્રેસ સફળ થવા નહી દે 'સંવિધાન બચાયેંગે - કાગજ નહીં દીખાયેંગે" ના નારા સાથે સવિનય કાનુન ભંગ કરવા પત્ર લખ્યો છે

 દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સ્પષ્ટ કહુ છે કે સીએએ કાયદામાં એક ઇંચ પણ પીછે હઠ નહી કરવામાં આવે . અને બીજી તરફ દિલ્હીના શાહિનબાગમાં છેલ્લા અનેક દિવસોથી લોકો ધરણા પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે શું કોંગ્રેસ સમગ્ર દેશમાં સવિનય કાનુન ભંગનો કોલ આપે છે કે નહી તે જોવાનું રહે છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાતમાંથી પત્ર લખી ફરી એકવાર સીએએ મુદ્દે વિરોધનો સુર ઉઠ્યો છે.

(10:40 pm IST)