Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

હવે ઓનલાઈન એનએના રિઝલ્ટથી સમય બચ્યો છે

નાગરિકોના પૈસા પણ બચ્યા છે

અમદાવાદ,તા.૧૯ : પારદર્શી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે રાજ્યમાં ખેતીની જમીનને ઓનલાઈન એનએ કરવાની સુવિધા અમલી બનાવવાના પરિણામે નાગરિકો અને સરકારના સમય અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં ઝડપ અને વધુ પારદર્શિતા આવી છે તેમ આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ઓનલાઈન એનએ અંગેના પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ઓનલાઈન એનએ કાર્યપદ્ધતિને પરિણામે રાજ્યના નાગરિકોને કચેરીઓની મુલાકાત માંથી મુક્તિ મળી છે ઉપરાંત અરજદારો અને મહેસૂલી રેકોર્ડ રજુ કરવામાંથી મુક્તિ મળે છે સમગ્ર નિર્ણય પ્રક્રિયા વધુ ઝડપી બની છે રાજ્યના નાગરિકો હવે ઘર બેઠા ટેકનોલોજીના માધ્યમથી નેટ બેન્કિંગ અરજી ફી તેમજ અન્ય કરવેરાની ભરપાઈ માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ છે.

(9:43 pm IST)