Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

લાંચીયાઓ હવે સ્‍મશાનને પણ છોડતા નથી : ૩૦ હજારની લાંચ લેતા હાલોલના એડીશ્નલ આસી. એન્‍જીનીયર એસીબી છટકામાં ઝડપાયા : લાલચને કારણે તેજસ્‍વી કારકિર્દીનું બાળમરણ થયું

        રાજકોટ. : એક જાગૃત ફરિયાદી ( નાગરીક) દ્વારા એસીબી ના વડોદરા એકમમાં એવા આરોપસરની ફરીયાદ આપેલ કે તેના સ્‍મશાનગૃહ તથા હેન્‍ડપંપ બનાવવાની તાલુકા પંચાયત હસ્‍તકની કામગીરીના બીલ મંજુર કરવા માટે રૂ. ૩૦ હજારની ગેરકાયદેસર માગણી કરવા સાથે લાંચની રકમ મળ્‍યા બાદ જ બીલ મંજુર કરવા જણાવ્‍યાના આરોપસરની ફરીયાદ કરી હતી.

        ઉકત માહીતી આધારે વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામક પી.એમ. પરમારના સુપરવિઝન હેઠળ પંચમહાલ (એસીબી પોલીસ સ્‍ટેશન ગોધરા ) તથા ટીમ દ્વારા તાલુકા વિકાસ અધિકારી કચેરી( હાલોલ) બાંધકામ શાખામાં જ રૂ. ૩૦ હજાર સ્‍વીકારતા દિપ્તેષ કુમાર સોમાભાઇ વસાવા અધી. મદદનીશ ઇજનેર બાંધકામ શાખા હાલોલને ઝડપી લીધા હતા.  ઉકત બાબતે  એસીબી વડા કેશવકુમારનો સંપર્ક સાધતા તેઓએ એક રસપ્રદ વાત એ જણાવી હતી કે સંબંધક ઇજનેર તાજેતરમાં જ સર્વિસમાં જોડાયા હતા. આમ એક તેજસ્‍વી કેરીયરનો લાલચના કારણે અંત આવી ગયો છે.

(8:58 pm IST)