Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

નડિયાદના મિલરોડ પર પુરપાટ ઝડપે જતી બાઈકની હડફેટે સાઇકલ ચાલકને ગંભીર ઇજા

નડિયાદ: શહેરમાં મિલરોડ પર માહિતીભવન સામે ખાડ વિસ્તારમાં રહેતાં અક્ષય ઉર્ફે દિનેશ રમેશભાઈ તળપદા ગત શનિવારના રોજ પોતાની સાઈકલ લઈ ઘર નજીક આવેલ કાસ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક મોટરસાઈકલ નં જીજે ૦૭ બીજે ૪૯૪૮ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં અક્ષય તળપદાની સાયકલને ટક્કર મારી હતી. જેથી તેઓ જમીન પર પટકાતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં. ઈજાગ્રસ્ત બનેલા અક્ષય તળપદાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. 

(5:41 pm IST)