Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ડાકોરમાં કિશોરીને ભગાડી લઈજઈ અત્યાચાર ગુજારનાર નરાધમને અદાલતે 12 વર્ષની સજાની સુનવણી કરી

ડાકોર: શહેરમાં રહેતી અને ધોરણ ૮માં ભણતી કિશોરીને પડોશમાં રહેતા યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લઈ ગયા બાદ તેણી ઉપર જાતિય અત્યાચાર ગુજારવાના કેસમાં નડીઆદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને ૧૨ વર્ષની સખ્ત કેદની સજા અને ૫૫ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો. 

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ડાકોરમાં કૈલાશ રાઈસ મિલ નજીક રહેતો એક યુવક ભરતસિંહ ઉર્ફે કાળીયો લ-મણસિંહ ચાવડાને પાડોશમાં રહેતી ધોરણ ૮ માં ભણતી ૧૩ વર્ષની કિશોરી મનમાં વસી ગઈ હતી. જેથી તેણે તેની સાથે પ્રેમસબંધ વિકસાવ્યાં હતાં. અને તા.૧૪-૩-૧૭ ના રોજ સવારના ૯-૩૦ કલાકે સગીરાની માતા બાથરૂમમાં ન્હાવા ગઈ તે વખતે આ યુવક તેને ભગાડી ગયો હતો. માતા બાથરૂમમાંથી બહાર આવી ત્યારે પુત્રી જોવા ના મળતાં તેણીએ તેની નાની પુત્રીને બહેન ક્યાં ગઈ તે વિશે પછ્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે પાડોશમાં રહેતો ભરતસિંહ ચાવડા ભગાડી ગયો છે. જેથી તેેમણે આ બનાવ અંગે ડાકોર પોલીસમાં ફરીયાદ આપી હતી. 

(5:40 pm IST)