Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બાઈકની હડફેટે દોહીત્રીને શાળાએથી લાવતા નાનીમાનું કરુણ મોત

વડોદરા: શહેરમાં તેજ ગતીએ બાઇક ચલાવીને લોકોના જીવનું જોખમ ઉભુ કરતા યુવા બાઇક ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. બાઇકની અડફેટે રાહદારી અથવા તો અન્ય બાઇક-સ્કૂટર ચાલકના મોતની ઘટના છાસવારે બની રહી છે. વિતેલા ૨૪ કલાકમાં શહેરમાં આવી બે ઘટના બની છે ત્યારે બાઇકને બેફામ હંકારીને લોકોના જીવનું જોખમ ઉભુ કરતા આવા ગુનાહિત કૃત્ય સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉભી થઇ છે.

આજે સવારે ગોત્રી વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલમાંથી પોતાની પુત્રીના પુત્રની પુત્રી (દોહિત્રી) હેમુ (ઉ.૬)ને લઇને સવારે ૧૧.૩૦ વાગ્યે ગોત્રી વિસ્તારમાં જ આવેલા મહિનગર સોસાયટીમાં ઘર તરફ ચાલતા જઇ રહેલા નાનીમાં નાનીબેન ડાહ્યાભાઇ પરમાર (ઉ.૭૦)ને રસ્તા પર એક બાઇકે અડફેટમાં લઇને રોડ પર ઉછાળ્યા હતા. તેઓ ઘટના સ્થળે જ બેભાન થઇ ગયા હતા અને ૬ વર્ષની બાળકી હેમુ રડવા લાગી હતી. આસપાસના લોકોએ તુરંત ૧૦૮ દ્વારા નાનીબેનને ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.

(5:40 pm IST)