Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વડોદરામાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે કપૂરાઈ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં રીક્ષામાં વિદેશી દારૃની હેરાફેરી કરતા આરોપીને પીસીબી પોલીસે કપુરાઇ ચોકડી પાસેથી ઝડપી પાડયો છે. જ્યારે વારસીયા પોલીસે એકટિવા પર દારૃની હેરાફેરી કરતા આરોપીને પકડયો છે. 

 

આ અંગેની વિગત એવી છે કે, પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે કપુરાઇ ચોકડી પાસે વોચ ગોઠવીને રીક્ષામાં દારૃ લઇને આવતા આરોપી આસીફહુસેન  મહંમદહુસેન વોરા (રહે. ઉંડા ફળિયા ફતેપુરા)ને ઝડપી પાડયો હતો. રીક્ષામાંથી વિદેશી દારૃની ૧૩૨ બોટલો કિંમત રૃપિયા ૫૨,૧૪૦ની મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યુ હતું કે, બોડેલીના પીન્ટુ નામના શખ્સે દારૃ મોકલ્યો હતો અને દારૃ મંગાવનાર હાથીખાનાનો અનવરખાન રફીકખાન પઠાણ છે. પોલીસે દારૃ, રીક્ષા મળીને કુલ રૃપિયા ૧.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

 

 

(5:26 pm IST)