Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વડોદરામાં 168 કરોડના ખર્ચે નવા રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી

વડોદરા:વુડાની ૨૩૯મી બોર્ડ બેઠક તા.૨૧ના રોજ ગુરુવારે મળશે જેમાં વડોદરાની આસપાસના વિસ્તારોમાં થનારા અનેક વિકાસ કામો અંગે નિર્ણય લેવામાં આવશે.

વુડાની આ બોર્ડ બેઠકમાં વર્ષ-૨૦૧૯-૨૦ના અંદાજપત્રને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત વુડા દ્વારા વકીલોની પેનલ બનાવવા અંગે પણ ચર્ચા  હાથ ધરાશે. વડોદરાની આસપાસમાં કોર્પોરેશન હદ વિસ્તારમાં સમાવવામાં આવેલા વુડાના કેટલાક વિસ્તારોને કોર્પોરેશનને સત્તા સોંપણી કરવાનો નિર્ણય લેવાશે. આ બેઠકમાં ગોરવા અને ઉંડેરાની સોસાયટીઓમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાના ઉકેલ અંગે પણ ફરી ચર્ચા હાથ ધરાશે.

(5:25 pm IST)