Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રાજકોટને મેટ્રોસીટી - સ્માર્ટ સીટી તરફ આગેકૂચ કરાવતા ૨૧૨૬.૧૦ કરોડનું બજેટથી સર્વાંગી વિકાસ થશે

૭૫ કરોડના ઓવરબ્રીજ, કોઠારીયાના પાણી વિતરણ યોજના સહિતની માળખાકિય સુવિધાઓની જોગવાઇઓ : જનરલ બોર્ડમાં બજેટને આવકારી સ્ટેન્ડીંગ ચેરમેનને અભિનંદન પાઠવતા મેયર બીનાબેન આચાર્ય

રાજકોટ તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનના વર્ષ ૨૦૧૯-૨૦નાં ૨૧૨૬.૧૦ કરોડના બજેટને જનરલ બોર્ડમાં મંજુરી માટે રજૂ કરાયું ત્યારે આ બજેટને આવકારતા અધ્યક્ષસ્થાનેથી મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આ બજેટથી રાજકોટ શહેરની મેટ્રો સીટી - સ્માર્ટ સીટી તરફ આગેકૂચ થશે.

તેઓએ જણાવ્યું હતું કે, આધુનિક રાજકોટના શિલ્પી એવા ભાજપના ભૂતપૂર્વ મેયર સ્વ. અરવિંદભાઈ મણિયારે કંડારેલી વિકાસ કેડી પર શહેરને આગળ લઇ જતા અને સ્માર્ટ સિટી તથા મેટ્રો સિટી બનાવવાની દિશામાં મહત્વની ભૂમિકા નિભાવનાર, રાજકોટ મહાનગરપાલિકાના વર્ષે ૨૦૧૯-૨૦ના રૂ. ૨૧૨૬.૧૦ કરોડના સર્વાંગી વિકાસલક્ષી બજેટને આવકારું છું. આ ઉપરાંત ભવિષ્યના રાજકોટની રૂપરેખાને આખરી ઓપ અપાનાર સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સભ્યશ્રીઓ તેમજ શાસકોને અભિનંદન પાઠવું છું.સ્ટેન્ડીંગ કમિટીએ આવકના અન્ય સ્ત્રોત પર ભાર મૂકી કર વિહોણું અને શહેરની મૂળભૂત સુવિધાઓ-સેવાઓને પ્રાધન્ય આપતું બજેટ તેયાર કરેલ છે. કેન્દ્ર સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામી ચુકેલા રાજકોટ શહેરની ભાવી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી તેને અનૂરૂપ જરૂરી એવી યોજનાઓ અને પ્રોજેકટ્સને બજેટમાં સામેલ કરવામાં આવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.આપણે એ હકીકતથી વાકેફ છીએ કે, રાજકોટ હવે ક્રમશઃ મેટ્રો સિટીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રાજય સરકારશ્રીએ સૌની યોજનાના માધ્યમથી નર્મદા નીરના સથવારે રાજકોટની પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધી છે. આ માટે 'સૌની યોજના'ના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આ યોજનાને મૂર્તિમંત કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે સમગ્ર રાજકોટ વતી હું આભારની લાગણી પ્રગટ કરું છું.

આ તકે વિશેષમાં એ પણ યાદ અપાવવા ઈચ્છું છું કે, રાજકોટની મેટ્રો સિટી-સ્માર્ટ સિટી તરફની કૂચને અનુરૂપ કેન્દ્ર સરકારશ્રીએ એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોર્ડન બસ સ્ટોપ, સહિતના પ્રોજેકટની ભેંટ ધરી છે. તેમજ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર સરકારશ્રીએ ગોંડલ ચોકડી તેમજ માધાપર ચોકડી ખાતે ઓવરબ્રીજના પ્રોજેકટ આપ્યા છે.

મેયરશ્રીએ બજેટમાં નવા ઓવરબ્રીજ માટે રૂ. ૭૫ કરોડની જોગવાઇઓ, વિવિધ હોસ્પિટલોમાં આર્થિક સહાયની જોગવાઇઓ, કોઠારીયામાં પાણી વિતરણના નેટવર્ક માટેની જોગવાઇઓ અને રસ્તા, લાઇટ, ગટરની મુળભૂત માળખાકીય સુવિધાઓની જોગવાઇઓને મેયરશ્રીએ આવકારી અને આ બજેટને સર્વાનુમતે મંજુર કરવા સૌ કોર્પોરેટરોને અપીલ કરી હતી.(૨૧.૨૭)

(3:34 pm IST)
  • આવતીકાલે બપોર પછી જમ્મુ-કાશ્મીર હિમાચલ અને ઉતરાખંડમાં ભારે બરફવર્ષા : સ્કાયમેટની જાહેરાત રરમી સવાર સુધી ચાલુ રહેશેઃ જમીન ધસી પડવાનો ભય access_time 4:11 pm IST

  • ભરૂચ એસ.ઓ.જી પોલીસે બી ડિવિઝન પોલીસ મથક ની હદ માંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું :પોલીસે ઝડપી પાડેલા સાત જેટલા ઈસમો અમદાવાદ ના રહેવાસી :પોલીસે કાર સહિત સાધન સામગ્રી ઝડપી પાડી access_time 11:19 am IST

  • માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત : માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ જેની વાર્ષિક આવક રૂ.૪ લાખ સુધીની હોય તેને ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત મળશેઃ બજેટની આજની જાહેરાત અંગે સરકારી સુત્રોની મહત્વની સ્ષ્પષ્ટતા access_time 4:15 pm IST