Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

એસ.ટી. વધુ ૧૪૫૦ બસો વસાવશે

બંદરો દ્વારા પરિવહનમાં ૩૧ ટકા વધારોઃ ૨૩ બસ સ્ટેશનોનું નવીનીકરણ થશે

ગાંધીનગર, તા. ૧૯ :. રાજ્યના અર્થતંત્રમાં બંદરોનું અને લોકોની સુખાકારીમાં વાહન વ્યવહારનું આગવું મહત્વ છે. તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવી નીચે મુજબ કેટલીક અગત્યની જાહેરાત કરી છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતના બંદરો મારફત થયેલ પરિવહન ૩૧૧ મિલીયન મેટ્રીક ટન હતુ. જે દેશના કુલ પરિવહનનો ૩૧ ટકા જેટલો માતબર હિસ્સો છે.

ખંભાતના અખાતમાં ઘોઘા અને દરેજ વચ્ચે પેસેન્જર અને કોમર્શિયલ રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વિતીય તબક્કામાં રો-પેકસ ફેરી સર્વિસ અને તેનુ કોમર્શિયલ ઓપરેશન પણ ઓકટોબર, ૨૦૧૮મા શરૂ કરી દેવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હાલ ૮૦૦૦થી વધુ બસો ચલાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૪૫૦ નવી બસો વસાવવામાં આવશે. ગ્રીન એનર્જી અને સ્વચ્છ વાતાવરણના પાલન હેતુ સીએનજી અને ઈલેકટ્રીક વાહનો પણ વસાવવામાં આવી રહેલ છે. ૨૨ જૂના બસ સ્ટેશન - ડેપોના સ્થાને નવીન બસ સ્ટેશન બનાવવાનું ૧૦ બસ સ્ટેશનના અપગ્રેડેશન તેમજ ૩ જૂની સ્ટાફ કોલોની તોડીને કર્મચારીઓ માટે નવા અને સારા કવાર્ટર બનાવવાનું આયોજન કરેલ છે.(૨-૨૩)

 

(3:28 pm IST)
  • કુંભમેળામાં સેક્ટર પાંચમા લાગી આગ :પાંચ ટેન્ટ બળીને ખાખ :કુંભના પાંચમા સ્નાન પર્વ માઘી પૂર્ણિમા દરમિયાન સેક્ટર પાંચ સ્થિત એક શિબિરમાં આગ ભભુકતા પાંચ ટેન્ટ બળી ગયા access_time 12:06 am IST

  • એસ.ટી કર્મચારીઓની હડતાલ ઉકેલાય તેવી આશા : મુખ્ય પ્રશ્ન સાતમા પગાર પંચની ફાઇલ એમ.ડી.એ ડાયરેકટ મુખ્યમંત્રીને મોકલીઃઆજે સાંજે ૫ વાગ્યે મંત્રણાની શકયતા : પોઝીટીવ નિર્ણય લેવાય તેવા નિર્દેશો. access_time 3:40 pm IST

  • કાનપુર હાઇવે પર અકસ્માતમાં આઇપીએસ અધિકારીના પરિવારના ચાર સભ્ય સહીત પાંચ લોકોના મોત:2015 બેચના આઇપીએસ અધિકારી અને હાવડામાં સહાયક પોલીસ અયુક્ત ડો,અરવિંદકુમાર આનંદના પરિવારજનોની કારણે વીરપુર નજીક ટ્રકે ટક્કર મારી :માતા-પિતા,બહેન અને મામા સહીત ડ્રાઈવરનું કરૂણમોત :તમામ બરેલીમાં લગ્ન સમારોહથી પરત ફરતા કાનપુર-સાગર રોડ પર કાળ ભેટ્યો access_time 12:11 am IST