Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સિંહ સંરક્ષણ માટે ૯૮ કરોડની યોજનાઃ દરેક ગ્રામ પંચાયતમાં ઝડપી ઇન્ટરનેટ સેવા

શેત્રુજી ડીવીઝનની રચના, મોબાઇલ રેસ્કયુ ટીમ, કુવાઓ ફરતે દિવાલ, ગિરમાં અદ્યતન હોસ્પિટલ : ગાંધીનગરમાં બાયોટેકનોલોજી યુનિવર્સિટી માટે ૧૦ એકર જમીન ફાળવાઇ

ગાંધીનગર :  ગુજરાતની અનોખી ધરોહર એશિયાઇ સિંહોના સંરક્ષણ ધ્યામાં રાખી પ્રોજેકટ લાયન સ્વરૂપે રૂ.૯૭.૮પ કરોડના ખર્ચે લાંબાગાળાનું આયોજન અમલ કરવામાં આવેલ છે. જે અન્વયે અલાયદા શેત્રુજી ડીવીઝનની રચના કરવા સહિત ્રણ મોબાઇલ રેસકયુ ટીમ, કુવાઓની ફરતે  પેરાપેટ બાંધવા ગીરમાં અદ્યતન હોસ્પિટલ, ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી નેટવર્ક ઉભુ કરવા જેવા અનેકવિધ પગલા ેવામાં આવી રહયા છે. તેમ શ્રી નિતીન પટેલે જણાવ્યું હતુ.

જ્ઞાન આધારીત અર્થવ્યવસ્થાના વિકાસ માટેઅ મારી સરકાર દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન પોલીસી ઘડવામાં આવેલ છે.

ભારતનેટ ફ્રેઝ-ર માટે રાજય સરકાર ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કની સ્થાપના રેલ છે, જે અંતર્ગત ૭પરર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. બાકીની પંચાયતોને ભારતનેટ ફ્રેઝ-૧ હેઠળ આવરી લેવામાં આવેલ છે. આ પ્રોજેકટ હેઠળ રાજયની દરેક ગ્રામ પંચાયતની ૧૦૦ એમબીપીએસ બેન્ડવીડથની ઝડપી ઇન્ટરનેટ કનેકટીવીટી મળશે.

બાળકોમાં બાળપણ  જ વૈજ્ઞાનિક માનસનું ઘડતર કરવા રાજયમાં સાયન્સ સિટીની સ્થાપના કરી ઉતરોતર તેનો વિકાસ કરવામાં આવેલ છે. સાયન્સ સિટીને વધુ સમૃધ્ધ બનાવવા ચાલુ વર્ષે એકવેટીક ગેલેરી, રોબોટીકસ ગેલેરી, એસ્ટ્રોનોમી ગેલેરી અને વિજ્ઞાન ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરાયેલ છે. સાયન્સ સિટીની આ વર્ષે ૮ લાખ વિદ્યાર્થીીઓએ મુલાકત લીધી છે.

બાયો ટેકનોલોજીની વિસ્તરતી ક્ષિતિજોનો લાભ રાજયના વિદ્યાથીૃઓને મળે તે માટુ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે. તેના માટે રાજય સરકારેગાંધીનગરમાં ૧૦ એકર જમીન ફાળવેલ છે. (૮.પ)

 

(3:26 pm IST)