Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

નર્મદાના નીરથી રર જળાશયો ૪૮ તળાવો ભરાયાઃ વધુ પ૭ જળાશયોને જોડાશે

સુજલામ સુફલામ જળ અભિયાન પ્રારંભઃ નીતીન પટેલ

(અવિશ્ન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯ : રાજય સરકારે જળસંચય, જળ વ્યવસ્થાપન અને જળ વિતરણના ત્રીપાંખીયા વ્યુહ સાથે જળ સંસાધન ક્ષેત્રે અસરકારક કામગીરી કરેલ છે. જળસંગ્રહ વધારવા માટે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન શરૂ કરવામાં આવેલ આ અભિયાન હેઠળ ૧૮ હજાર કામો દ્વારા નદી, નહેરો, તળાવ, કાંસ, ચકડેમ અને પવિત્ર યાત્રાધામોની આસપાસની જળસ્ત્રોતોની સંગ્રહશકિત વધારવાની કામગીરી જનભાગીદારીથી કરવામાં આવી છે. આ જળક્રાંતિના પરીણામે ૭૭ લાખ માનવદિન રોજગારી ઉભી કરવામાં આવેલ છ.ે ચાલુ વર્ષે પણ તારીખ ૧પ ફેબ્રુઆરીથી આ રાજયવ્યાપી અભિયાન શરૂ કરવામાંઆવેલ છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલેગૃહમાં જણાવ્યું હતું.

સને ર૦૦પ થી ર૦૧૮ દરમિયાન ડ્રીપ ઇરીગેશન દ્વારા ૧૧ લાખ ખેડુતોની ૧૭ લાખ ૭૪ હજાર હેકટર જમીનને પિયત કરવામાંં આવેલ છે.

સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સૌની યોજનાના પ્રથમ તબકકાના કામોના લીધે અત્યાર સુધીમાં રર જળાશયો, ૪૮ તળાવો અને ૧૮૧ ચેકડેમોમાં નર્મદાના નીર ભરવામાં આવેલ છ.ે અને લગભગ ૧.૬૬લાખ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ થયેલ છે.

સૌની યોજના ફેઝ-ર થકી ૩.૭૭ લાખ એકર વિસ્તારમાં હયાત સિંચાઇ સુવિધાને સદ્રઢ કરવા માટે પ૭ જળાશયોને જોડવાની કામગરી પ્રગતિમાં છે. આ યોજનાના ફેઝ-૧ અને ફેઝ-ર પાછળ અત્યાર સુધીમાં કુલ  રૂ.૧૧,ર૧૬ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

જળસંચયના વિવિધ કામો, જેવા કે ચેકડેમના સમારકામ, તળાવો ઉંડા કરવા, જળાશયોમાંથી કાંપ દુર કરવા, રિચાર્જ વેલ માટે વર્ષ ર૦૧૯-ર૦માં રૂ. ૩ર૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ઉંચાઇ ૧૩૮.૬૮ મીટર સુધી લઇ જઇ મુખ્ય બંધનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. નર્મદા મુખ્ય કેનાલના ૪પ૮ કિલોમીટર તેમજ ૩૭ બ્રાંચ કેનાલના ર,૬૧૭ કિલોમીટરના કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે સરદાર સરોવર યોજનાના નહેર માળખાની કુલ લંબાઇ ૭૧,૭૪૮ કિલોમીટર પૈકી ૬૦,૪ર૭ કિલોમીટર એટલે કે ૮૪ ટકા, પૂર્ણ કરી દેવામાં આવશે. (૬.૨૪)

(3:24 pm IST)