Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગુજરાત રાજ્યમાં નવ રચિત સાત જિલ્લામાં પ્રથમ તબક્કે 112 હેલ્પલાઇન સુવિધાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત 7 જિલ્લાઓમાં 112 હેલ્પલાઇનનો અમલ કરાશે, ત્યારબાદમાં સમગ્ર રાજ્યમાં નવીન હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે. જેનો  રાજ્યવ્યાપી શુભારંભ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ પ્રારંભ કરાવ્યો હતો

આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઇપણ આકસ્મિક-તત્કાલિન સેવાઓ માટે હવે એકજ રાષ્ટ્રીય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 ડાયલ કરવાનો રહેશે. રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર આધારિત સેવાઓ સાથે સાંકળી લેવા માટે રાજયની ઈમરજ્ન્સી સેવાઓ સાથે સંકળાયેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની– ૧૦૮, પોલીસ (ગૃહ) વિભાગની –૧૦૦, ફાયર- ૧૦૧, મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ-૧૮૧, મહેસૂલ વિભાગની ડિઝાસ્ટર-૧૦૭૦, ૧૦૭૭ અને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ જેવી ઈમરજન્સી સેવાઓને ડાયલ-૧૧૨ નંબર સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે.

(12:05 pm IST)