Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મોદી પછી હવે ગાંધીની પણ સાડી

સુરતના સાડીની એક વેપારીએ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના લોગો સાથેની સાડી બનાવી

નરેન્દ્ર મોદીને દર્શાવતી સાડીની ડિઝાઇન ગયા અઠવાડિયે સુરતમાં રિલીઝ કરવામાં આવ્યા પછી હવે સુરતના સાડીના એક વેપારીએ પ્રિયંકા ગાંધીને દર્શાવતી સાડીની પેટર્ન લોન્ચ કરી છે. આ સાડીમાં પ્રિયંકા ગાંધી જેમની પ્રતિકૃતિ દેખાય છે એ ઇન્દિરા ગાંધીની પણ સેપિયા ટોનની ઇમેજ દર્શાવવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીની એક જ પેટર્ન લોન્ચ કરવામાં આવી છેે. આ સાડીની હોલસેલ પ્રાઇસ ૧૨૦ રૂપિયા છે, પણ જો એમાં મટીરિયલ ચેન્જ કરવામાં આવે તો એની કિંમત વધીને ૩૦૦ રૂપિયા સુધી જઇ શકે છે. સુરતના સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ અસોસિએશનના પ્રેસિડેન્ટ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે 'કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી ખૂબ પોપ્યુલર છે એટલે એની પેટર્ન પણ લોકોને ગમશે. ખાસ કરીને મહિલાઓમાં પ્રિયંકા ગાંધી વધારે ફેમસ છે, જેનો લાભ વેપારીઓને મળશે.'(૧.૧)

(3:41 pm IST)