Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હુમલાની આઈબીની ચેતવણી : સુરક્ષા તંત્ર એલર્ટ:સુરક્ષા વધારાઈ :સતત પેટ્રોલિંગ

અમદાવાદ :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયાની ઘટના બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હુમલો થવાની આઈબીની ચેતવણીથી રાજ્યનું સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે.

   મળતી વિગત મુજબ  આઈબી દ્વારા ચેતવણી અપાઈ છે કે આતંકવાદીઓની નજર હવે દુનિયાના સૌથી મોટા સરદાર પટેલના સ્ટેચ્યુ પર છે. આઈબીએ ચેતવણી જાહેર કરી છે કે, આતંકવાદીઓ ગુજરાતના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિને મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવી દહેશત છે. પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકીઓનો અગામી પ્લાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉડાડવાનો છે. જેને પગલે કેવડીયા ખાતે સ્ચેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

(12:19 am IST)