Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આઈબીના ઇનપુટને પગલે ભરૂચ તિથલ બીચ પર બૉમ્બ સ્ક્વોડ સાથે જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકીંગ

રાજહંસ મલ્ટીપ્લેક્ષ તિથલ બીચ ડિમાર્ટ મોલઅને સાઈ મંદિરે ચેકીંગ કરાયું

વલસાડ :આઈબીના ઇનપુટને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બૉમ્બ સ્કોર્ડને સાથે રાખીને વલસાડ તિથલ સૈ મંદિર અને વલસાડ તિથલ બીચ પર ચેકીંગ હાથ ધરાયુ છે પુલવામા આતંકી હુમલા બાદ આઈબી દ્વારા ગુજરાતમાં પણ આંતકી હુમલાને ધ્યાનમાં રાખીને એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળે બૉમ્બ સ્કોડને સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

  વલસાડના રાજહંસ મલ્ટીપ્લેક્ષ તિથલ બીચ ડિમાર્ટ મોલ અને વલસાડના સાઈ મંદિરે સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડમાં અન્ય કોઈ બનાવના બને એ હેતુસર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તકેદારી રૂપે સઘન તપાસ હાલ ચાલી છે.

(12:07 am IST)