Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પ્રભારી ઓમ માથુરની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીની બેઠક યોજાઈ

અમદાવાદ રાજ્યના ભાજપ પ્રભારી ઓમજી માથુરની ઉપસ્થિતમાં અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના અપેક્ષિત કાર્યકરોની ઉપસ્થિતમાં લોકસભાની તૈયારી માટેની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા-કે.સી. પટેલ દ્વારા પણ ચૂંટણીને અનુલક્ષીને કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને ભારતીય જનતા પક્ષ દ્વારા આપવામાં આવેલ આગામી કાર્યક્રમો સુપેરે થાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

 . સાબરકાંઠા લોકસભાના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા ,વિસ્તારક રમેશભાઈ ચૌધરી સહિત અપેક્ષિત લોકસભા ઇન્ચાર્જ ઉપસ્થિત રહયા હતા. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની બનેલી લોકસભા બેઠકમાં સાંસદ દીપસિંહ રાઠોડ,ભાજપના અગ્રણીઓ પ્રદેશ ઉપપ્રમુખ ,પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા,ગાંધીનગર પ્રભારી પૃથ્વીરાજ પટેલ,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા (હિમતનગર),હિતુભાઈ કનોડિયા (ઇડર) અને ગજેન્દ્રસિંહ (પ્રાંતિજ), અરવલ્લી ભાજપ પ્રમુખ રણવિસિંહ ડાભી,સાબરકાંઠા ભાજપ જિલ્લા મહામંત્રી તખતસિંહ હાડીયોલ,બન્ને જિલ્લાના મહામંત્રીઓ હિતેશભાઈ પટેલ,અશોકભાઈ જોશી જ્યારે અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી શામળભાઈ પટેલ, એસ.એમ.ખાંટ,ધિમંત ભાવસાર ઉપરાંત બન્ને જિલ્લાના સંગઠનના ઉપપ્રમુખો, મંત્રીઓ,દરેક મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો, ગત વિધાનસભાના ઉમેદવારો ભીખુસિંહ પરમાર, અદેસિંહ, પી.સી.બરંડા, લોકસભા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઈ પી. પટેલ, ઇન્ચાર્જ પંકજ ધુવાડ સહિતના તમામ લોકસભા ઇન્ચાર્જ અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(8:44 pm IST)
  • માઘ પૂર્ણિમાએ આજે કુંભમાં 80 લાખથી વધુ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી :અભેદ સુરક્ષા ચક્ર :યુપીની યોગી સરકારે માઘ પૂર્ણિમા, સંત રવિદાસ જયંતિએ જાહેર રજાનું એલાન કર્યું છે access_time 12:56 am IST

  • ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ગેસ સિલિન્ડરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી :ચોરીના 35 ગેસ સિલિન્ડર સાથે 4 આરોપીઓની ધરપકડ : વિવિધ દુકાનો અને કેબીનમાંથી ગેસ સિલિન્ડરની કરતા હતા ચોરી access_time 3:44 pm IST

  • ભરૂચ :જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાનો ભરૂચના વેપારીઓ દ્વારા વિરોધ :વેપારીઓએ 3 માર્કેટ બંધ રાખી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો :કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે એવી માંગ access_time 4:29 pm IST