Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પ્રેમી સાથે મળી વડોદરાની પરિણીતાએ પ્રેમમાં આડખીલી રૂપ પતિને મોતને ઘાટ ઉતારી દીધો

વડોદરા:માં પત્ની અને પ્રેમીએ સાથે મળી પતિનું કાસળ કાઢી નાંખ્યુ છે. આ મામલામાં પોલીસે સઘન તપાસ હાથ ધરતાં પતિની સનસનીખેજ હત્યા કરી દેવાની ઘટના બહાર આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં મુળ વડુંગામમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિની ક્રુર હત્યા કરી નાંખી છે.

વડોદરાનાં વડુગામની પરણિતાએ લગ્ન બાદ આડા સંબંધ ધરાવનાર પોતાના પ્રેમી સાથે મળી પતિને ગળાના ભાગમાં તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા કરી હતી. હત્યા બાદ પત્નીએ આ ઘટનાને છુપાવવાનાં પણ નિરર્થક પ્રયાસ કર્યા હતાં. જોકે ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે સઘન પૂંછપરછ કરતા તે ભાગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાનું ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

(5:23 pm IST)