Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પેટ્રોલિંગ દરમિયાન માતર પોલીસે દારૂની બોટલો સાથે ઈસમની સિહોલડી નજીકથી અટકાયત કરી

માતર:પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન સિંહોલડી સીમ નજીકથી પસાર થતા ઈસમની અટક કરી તેની પાસેની કપડાની થેલીની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં. ૪ કિંમત રૂા. ૨૧૦૦નો મળી આવ્યો હતો. આ ઈસમની પૂછપરછ કરતા જશભાઈ કેશવભાઈ ચુનારા(રે. સિંહોલડી)હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે માતર પોલીસે જશભાઈ ચુનારા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:22 pm IST)