Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બે દિવસ રાજ્યભરમાં વધશે ઠંડીનો ચમકારો: તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે

ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીને લઈને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજયમાં આગામી બે દિવસ  ઠંડીનો ચમકારો જોવા મળશે . હવામાન વિભાગના મતે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ બે દિવસ ઠંડીમાં થોડી રાહત રહેશે.

આગામી 25 જાન્યુઆરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. રાજયમાં આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટમાં 12.9 ડિગ્રી નોંધાયું છે.
બે દિવસ રાજ્યભરમાં વધશે ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે તાપમાનનો પારો  2 થી 3 ડિગ્રી ઘટશે . બે દિવસ બાદ ઠંડીમાં રાહત મળશે. ફરી 25 જાન્યુઆરીથી હાડ થીજવતી ઠંડી પડશે

(12:01 am IST)