Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુરતની સ્મીમેર મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટએ રસી મૂકાવી આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કર્યા

રસી અંગે પ્રવર્તતી ગેરમાન્યતા દૂર થાય અને જાગૃત્તિ આવે એ માટે પ્રેરણાદાયી કદમ ભર્યું

સુરત : કોરોના વાયરસના પ્રતિકાર સામે દેશના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હેલ્થવર્કરોને પહેલા તબક્કામાં સ્વદેશી વેક્સિનથી રસીકરણ થઈ રહ્યું છે, ત્યારે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો. આર.કે.બંસલ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.વંદના દેસાઈએ પણ રસી મૂકાવી આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. જાતે રસી લઈને તેમણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સહિત લોકોની રસી અંગે પ્રવર્તતી ગેરમાન્યતા દૂર થાય અને જાગૃત્તિ આવે એ માટે પ્રેરણાદાયી કદમ ભર્યું છે.

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો. આર.કે.બંસલે જણાવ્યું હતું કે, છેલ્લા નવ મહિનાથી સતત કોરોના સામે જંગ લડી રહ્યાં છીએ. વેક્સિનેશન ડ્રાઈવના બીજા દિવસે આજે વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, ‘હું પણ એક આમ આરોગ્યકર્મી છું’ એવા હકારાત્મક દૃષ્ટિકોણ સાથે રસી મૂકાવી છે, ભારતમાં બનેલ સ્વદેશી વેક્સિનના વિવિધ ટેસ્ટિંગ થયા છે, અને તે કોરોના વાયરસ સામે કારગર નીવડી રહી છે. વેક્સિન લેવામાં કોઈ જોખમ નથી. સ્વદેશી રસી દેશને કોરોનામુક્ત કરવાંમાં સફળ સાબિત થશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.વંદના દેસાઈએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આજના આ પહેલા ડોઝ લીધા પછી 28 દિવસ બાદ બીજો ડોઝ લઈશ. સ્વદેશી રસી સુરક્ષિત અને અસરકારક છે. કોરોનાની મહામારીના સમયે વેક્સિન એક નવું હથિયાર સાબિત થશે. હેલ્થવર્કર અને તબીબી સ્ટાફના રસીકરણ થકી લોકોમાં જનજાગૃતિ આવશે તે ચોક્કસ છે. સામૂહિક રસીકરણ દ્વારા મહામારી પર કાબૂ મેળવી શકાશે. આગામી દિવસોમાં અમારી ટીમ કાર્યરત રહીને કોરોના રસીકરણના આ અભિયાનને વધું વેગવંતુ બનાવીશું એમ તેમણે ઉમેર્યું હતું.

(8:49 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST

  • પંચાયતોના આરોગ્‍ય કર્મચારીઓ ફરજ પર હાજર ન થાય તો કડક પગલા : વોરંટ, સસ્‍પેન્‍ડ સુધીના પગલાની સરકારની તૈયારી : વધુ સંઘર્ષ કે સમાધાન ? બપોરે કર્મચારી મહાસંઘની બેઠકમાં હડતાલ અંગે ફેંસલો access_time 11:44 am IST