Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

BSF પેન્શનર્સની ફરિયાદોના નિવારણ માટે ‘પેન્શન અદાલત’નું આયોજન

ગુજરાતના BSF ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર, ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાશે

અમદાવાદ : દેશની રક્ષા માટે તૈનાત BSF (બૉર્ડર સિક્યુરિટી ફોર્સ)ના રાજસ્થાન અને ગુજરાત રાજ્યના નિવૃત્ત જવાનોની  પેન્શન સંબંધિત ફરિયાદ નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. BSF ગુજરાતના ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર  ગાંધીનગર ખાતે  તા. 21મી તથા 22મી જાન્યુઆરીના રોજ પેન્શન અદાલત યોજાશે. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ પેન્શનર્સ જોડાઈ શકશે.

BSF  ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે કે, PAO bank CPAO (સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસર) SWO તથા DWOના પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
રસ ધરાવનાર  પેન્સનર્સ  રૂબરૂ  ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર, ગાંધીનગર ખાતે જઈ શકશે અથવા કોઈ પણ નજીકની BSF કચેરીમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડાઈ શકશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

(8:43 pm IST)
  • અમે કોઈપણ ધર્મ કે જાતિનું અપમાન કરવા માંગતા નથી : અમારી સિરીઝથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગીએ છીએ : તાંડવ વેબસીરીઝ મામલે દેશભરમાં ઉઠેલા વિરોધને ધ્યાને લઇ ડાયરેક્ટર ,પ્રોડ્યુસરે માફી માંગી : સિરીઝમાંથી વિવાદાસ્પદ ભાગ કાઢી નાખવાની ખાત્રી આપી access_time 8:44 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST