Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સાણંદ ખાતે બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યુ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ શહેરી વિકાસ મંડળના અંદાજીત રૂ. 425 કરોડના કુલ 57 પ્રજાલક્ષી કાર્યોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય વિસ્તરની મહિલા અને બાળ વિકાસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારીની ઘટક કચેરીના ઇ-લોકાર્પણ કાર્યકમમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ, મહામંત્રી સાણંદ તાલકા તથા  સંગઠનના સભ્યો તથા જિલ્લા વહીવટી તંત્રમાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી.પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આઇસીડીએસના તમામ સ્ટાફની ઉપસ્થિતીમાં તાલુકા કક્ષાની  ૦૧- ઘટક કચેરી અને ૦૩ આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ તથા ૦૧ આંગણવાડીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ.

(7:54 pm IST)