Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ઠાસરા તાલુકાના ડાભસર નજીક પૈસાની ઉઘરાણી બાબતે ઉશ્કેરાયેલ શખ્સે મિત્રનું ઢીમ ઢાળ્યું હોવાની આરોપીની કબૂલાત

ઠાસરા: તાલુકાના ડાભસર નજીકથી પસાર થતી શેઢી શાખામાંથી ગાડી સાથે સેવાલિયાના એક ઈસમની લાશ મળી હતી. આ અંગે ઠાસરા પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલી હતી. અને માથામાં ફટકો વાગેલો હોઈ આ ઈસમની હત્યા થઈ હોવાનું બહાર આવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ બાબતની તપાસમાં ખેડા એલસીબી પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યાં છે. અને તપાસ કરતાં નાણાંની લેવડદેવડ બાબતે હત્યા થઈ હોવાનું ખુલ્યું છે.

મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં આવેલ હુસેન સોસાયટીમાં રહેતાં ઈલ્યાસભાઈ હાજીમહંમદ શેખ નામના ઈસમની લાશ ઠાસરા તાલુકાના ડાભસર નજીકથી પસાર થતી શેઢી શાખામાંથી ગત તા.૧૨ જાન્યુઆરીના રોજ મળી આવી હતી. આ બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ નોંધાઈ હતી. એ માહિતીથી ઠાસરા પોલીસ વાકેફ હોઈ તેમણે સેવાલિયા પોલીસને આ અંગે જાણ કરતાં ગુમ થયેલા ઈસમના વારસદારો દોડી આવી લાશની ઓળખ કરી હતી. માથાના ભાગે ફટકો મારેલ હોઈ હત્યા થઈ હોવાનું જણાઈ આવતાં ઠાસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

(5:29 pm IST)